કાર્યક્રમમાં ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર ડો. જૈમન ઉપાધ્યાય, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, મનિષ રાડિયા તેમજ ડો મનિષ મહેતાની પ્રેરક ઉપસ્થિત
આજરોજ પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમમાં રાજકોટ ભાજપ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ મનિષભાઈ રાડિયા, ડોકટર મનીષ મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
પટેલે જણાવ્યું હતુ કે આજે પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ કરવામા આવ્યું છે. ત્યારે અહિથી જે દર્દીઓને સિવિલ હોસ્પિટલ જવું પડતું હતુ તે દર્દીઓને હવે, અહિથી જ સારી સારવાર મળી શકશે અને તેઓને સિવિલ સુધી તોડાવું નહી પડે.
જૈમનભાઈ ઉપાધ્યાય જણાવ્યું હતુ કે પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે બ્લડ સ્ટોરેજ યુનિ શ‚ થવા જઈ રહ્યું છે. તે ખરેખર ખૂબજ સારી બાબત કહી શકાય.
ગરીબ અને મધ્યમ વર્ગના જે દર્દીઓ છે તેઓને ખૂબ સારી સહાયતા અને સારવાર મળી શકશે અને આ બ્લડ સ્ટોરેજ ૨.૫ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. મનીષ રાડિયા જણાવ્યું હતુ કે પદ્મકુંવરબા હોસ્પિટલ દ્વારા ખૂબજ સા‚ કામ કરવામાં આવ્યું છે. આજે ગરીબ અને મધ્યમ વર્ગનાં દર્દી સહાયતા મળી શકે અને જ‚રીયાત મંદ લોકોને ઈમરજન્સીમાં જયાં ત્યાં ભટકવું નથી પડતુ તેઓને સમયસર અહીથી બ્લડ મળી રહેશે. ડો. મનીષ મહેતા જણાવ્યું હતુ કે આજે અહી પદ્મકુંવરબા હોસ્પિટલ ખાતે બ્લડ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્યારે અહીં જયો પણ કોઈ પણ બ્લડ ગ્રુપના બ્લડની જ‚ર હશે ત્યારે સિવિલમાંથી સહાય કરવામાં આવશે.
પદ્મકુંવરબા હોસ્પિટલ હેડ ડો. ‚પલ મહેતાએ જણાવ્યું હતુ કે આજરોજ અહિ બ્લડ સ્ટોરેજ યુનિટ શ‚ થયું છે. ત્યારે લોકોને કોઈ ઈમરજન્સીમાં જયાં ત્યાં ભટકવું ન પહે અને તેઓને સારી સારવાર મળી રહે તે માટે બ્લડ યુનિટ ચાલુ કરવામાં આવ્યું છે. અને આગળ જો બ્લડની ઉપલબ્ધી અમારી પાસે ન હોય તો સિવિલ હોસ્પિટલ સહાય આપશે અને આગળ પણ સરકાર મદદ‚પ થશે.