હાઈપરટેન્શનની તકલીફને કારણે સ્ટ્રોક અને હાર્ટ-અટેકનું રિસ્ક વધે છે. એટલે જ રોજેરોજ ગોળી લઈને પ્રેશર ક્ધટ્રોલમાં રાખવું જરૂરી છે. જોકે બ્રિટન અને જાપાનના રિસર્ચરોએ મૂળભૂત કોષો પર અસર કરતું એક સિમ્પલ ઈન્જેક્શન તૈયાર કર્યું છે જે લગભગ છ મહિના સુધી બ્લડપ્રેશર ક્ધટ્રોલમાં રાખે છે.

આ પ્રયોગ ઉંદરો પર સાબિત ઈ ચૂક્યો છે. એનાથી ઓવરઓલ હાર્ટને ઓછું નુકસાન થાય છે અને રક્તવાહિનીઓને પણ વધુ ડેમેજ તું અટકે છે. આ ઈન્જેક્શન વેક્સિન જેવું છે. બ્લડપ્રેશર ક્ધટ્રોલમાં કરવાની દવાઓ ઉપલબ્ધ છે. પણ મોટા ભાગે દરદીઓ નિયમિત લેવાનું ભૂલી જતા હોવાી ક્યારેક અચાનક જ પ્રેશર ખુબ જ શૂટ-અપ તાં હાર્ટઅટેક કે સ્ટ્રોકનો હુમલો વાનું જોખમ વધારે રહે છે. જાપાનની ઓસાકા યુનિવર્સિટીના રિસર્ચરોએ ડીએનએ પર કામ કરતી વેક્સિન તૈયાર કરી છે જે રક્તવાહિનીઓને સાંકડી કરતાં કરતાં કેમિકલ્સમાં અવરોધ પેદા કરીને પ્રેશર વધતુ અટકાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.