રક્તદાતાઓને રક્તદાન કરવા જિલ્લા કલેકટર રેમ્યા મોહનની અપીલ

રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનના હસ્તે મેડિકલ કોલેજના ડીન ડો. ગૌરવી ધ્રુવ તથા શહેરની વિવિધ બ્લડ બેંકોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં રાજકોટ બ્લડ ડોનર્સ ગ્રુપની લીંકનુ લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે જિલ્લા કલેકટર રેમ્યા મોહને રાજકોટ જિલ્લાના રક્તદાતાઓને રક્તદાન કરવા માટે અપીલ કરતાં જણાવ્યું હતુ કે, વર્તમાન પરિસ્થિતિમાં રાજકોટ શહેરની તમામ બ્લડબેકોમાં માનવરકતની ખાસ જરૂરીયાત ઉભી થઈ છે. ખાસ કરીને થેલેસેમિયા, ડાયાલિસિસ અને ગાયનેકના દર્દીઓને અનિવાર્યપણે લોહીની આવશ્યકતા રહે છે. આ ઉપરાંત લોકડાઊન પુરૂ થયા બાદ માનવરકતની જરૂરિયાત વધવાની શકયતાઓ રહેલી છે. જેને ધ્યાને લઈ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર, સિવિલ બ્લડ બેક (પી.ડી.યુ. મેડીકલ કોલેજ) અને રાજકોટ બ્લડ બેંક એસો. દ્વારા તમામ સ્વૈચ્છિક રકતદાતાઓની ઓનલાઈન યાદી “રાજકોટ બ્લડ ડોનર્સ ગૃપ બનાવવા રાજકોટ શહેરની અનેકવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ બ્લડ ડોનર્સ ગ્રુપની લીંક https://forms.gle/tVg7iKwSPxtAJ4ba7 માં રકતદાતાઓને તેમની વિગત ભરવા જણાવવામાં આવે છે. જેથી જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સમયે રકતદાન દ્વારા નવજીવન બક્ષી શકાય. તેમણે વધુમાં રક્તદાતાઓને તેમની આસપાસનાં મહોલ્લા, સોસાયટી કે મિત્રોવર્તુળ દ્વારા જો રક્તદાન કરવાનું થાય તો તેવા સંજોગોમાં સિવિલ બ્લડ બેકમાં ડો. જય ત્રિવેદી મો. ૯૬૬૨૬ ૦૭૮૨૮, ફિલ્ડમાર્શલ બ્લડબેકમાં ચેતન વ્યાસ મો. ૯૬૩૮૮ ૯૮૨૭૭, રાજકોટ (લાઈફ) બ્લડબેકમાં કિરીટભાઈ ભટૃ મો. ૯૯૦૪૮૩૬૫૭૩, રેડક્રોસ બ્લડબેંકમાં કુનાલભાઈ રાબડીયા મો. ૯૭૨૭૪૭૩૪૩૩, નાથાણી બ્લડબેકમાં ભરતભાઈ હજારે મો. ૯૪૨૬૬૬૮૬૮૭ તેમજ સૌરાષ્ટ્ર બ્લડબેકમાં વી.આર.બોરડ મો. ૯૮૨૪૨૯૬૩૧૧ નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સદસ્ય ડોક્ટર મેહુલભાઈ રૂપાણી, સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણા, શૈલેષભાઈ જાની, જય મહેતા, આશિષભાઈ વ્યાસ, નીરજભાઈ પટેલ વગેરે દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો ખાનગી યુનિવર્સિટીઓ આયુષ અને જીટીયુ સંલગ્ન કોલેજોના સ્ટાફ મિત્રો દ્વારા તેમજ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના ભરતભાઈ ગાજીપરા, ડી.વી. મહેતા, જતીનભાઈ ભરાડ, અજયભાઈ પટેલ, ડી.કે. વાડોદરિયા અને અવધેશભાઈ કાનગડ દ્વારા સેલ્ફ ફાઇનાન્સ શાળાઓના સ્ટાફ દ્વારા વધુને વધુ રક્તદાન થાય એ માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજકોટની અનેકવિધ સેવાકીય સામાજિક સંસ્થાઓ ખાસ કરીને થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન સમિતિ, દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ તેમજ અનેક નાની મોટી સંસ્થાઓ સોસાયટીના પ્રતિનિધિઓ આ જરૂરિયાતની પરિસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન માટે આગળ આવી રહી છે.

રાજકોટ બ્લડ ડોનર્સ ગ્રુપની લીંકનુ લોન્ચિંગ પ્રસંગે ફિલ્મ માર્શલ બ્લડ બેંકના મેનેજીંગ ટ્રસ્ટી ડી. વી. મહેતા, દીકરાના ઘરના મુકેશભાઈ દોશી, સુનિલભાઈ વોરા, ઉપેનભાઈ મોદી તેમજ શહેરની તમામ બ્લડ બેંકો જેવી કે, સિવિલ બ્લડ બેન્ક, લાઈફ બ્લડ બેંક, ફિલ્ડ માર્શલ બ્લડબેન્ક, સૌરાષ્ટ્ર બ્લડ બેન્ક, રેડ ક્રોસ બ્લડ બેન્ક તેમજ નાથાણી બ્લડ બેંકના પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.