સ્વ.પાંચાભાઈ સોરઠીયાની ૧૧મી પુણ્યતિથિ નિમિત્તે શૈલેષ ફોર્જીંગ-મવડી દ્વારા મહારક્તદાન કેમ્પ યોજાયો

સ્વ. પાંચાભાઇ શામજીભાઇ સોરઠીયાની અગ્યારમી પુણ્યતિથિ નીમીતે શૈલેષ સ્ટલલ ફોજીંગ દ્વારા મવડી ગામ ખાતે મહા રકતદાન કેમ્પનું અગ્યારમી વખત આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં આસપાસના લોકો બહોળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવા માટે ઉમટી પડયા હતા. આ બ્લડ કેમ્પનું દિપ પ્રાગટય છારોડી ગુરુકુળના પ.પૂ. સદગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજીના હસ્તે કરાયું હતું. મહારકતદાન કેમ્પ સાથે જય સરદાર ગૌ શાળા કોઠારીયા પ્રવેશદ્વારા લોકાપર્ણ વિધિ કરાઇ હતી.

આ કેમ્પમાં ખોડલધામ ના પ્રમુખ પરેશ ગજેરા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલ બારસીયા, પંચશીલ સ્કુલના ટ્રસ્ટી ડી.કે. વાડોદરીયા કાસુંબા બેરીંગના સુનીલભાઇ આર.ટી.ઓ. ના જે.વી. શાહ સહીત રાજકોટના અગ્રણીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.

વધુમાં આ કેમ્પના આયોજક અને સ્વ. પાંચાભાઇ સોરઠીયાના સુપુત્ર જયેશ સોરઠીયાએ જણાવ્યું હતું કે અમે છેલ્લા ૧૧ વર્ષથી આ કેમ્પનું આયોજન કરીએ છીએ. અને મોટી સંખ્યામાં લોકો આ કેમ્પમાં ભાગ લે છે, દર વર્ષ ૨૦૦૦ થી ૨૫૦૦ બોટલો આ કેમ્પથી ડોનેટ થાય છે. અને આ બ્લડનો ઉપયોગ અમે જરુરીયાત મંદ ગરીબ પરીવારો માટે કરીએ છીએ. આ લોકોને અને ફ્રીમાં બ્લડ આપીએ છીએ. ર૪ કલાક અમે તેમની સેવા માટે હાજર રહીયે છીએ. અને લોકો વધુને વધુ રકતદાન કરે તે જ અમારી આશા છે. આ પ્રકારના કેમ્પથી જરુરીયાત મંદ લોકોને ઘણો ફાયદો થાય છે. અને આ એક સેવાકીય પ્રવૃતિ છે તેથી વધુમાં વધુ લોકોએ આ કેમ્પમાં ભાગ લેવો જોઇએ.

ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે શૈલેષ ફોજીગ દ્વારા આ મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તે ખુબ અભિનંદનને પાત્ર છે. આપણે સૌ જાણીએ છીએ કે બ્લડનું ઉત્પાદન કોઇ સ્ત્રોત નથી. માણસ જ બીજા માણસને કામ આવી શકે છે. તેથી વધુને વધુ લોકોએ આ કેમ્પમાં ૮ ભાગ લેવો જોઇએ. દુનિયામાં જો કોઇ મોટામાં મોટું દાન હોય તો તે રકતદાન છે.

પંચશીલ સ્કુલના ટ્રસ્ટી ડી.કે. વાડોદરીયાએ જણાવ્યું હતું કે સ્વ. પાંચાભાઇ ની પુણ્યતીથી એ જયેશભાઇ સોરઠીયાના પરીવાર દ્વારા સુંદર  મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જયેશભાઇ દર વર્ષે અલગ રીતે તેમના પિતાની પુણ્યતીથી ની ઉજવણી કરે છે. જયેશભાઇ દ્વારા દર વર્ષે આ પ્રકારના કાર્યક્રમ રાખવામાં આવે છે જેનો મુખ્ય હેતુ એ જ છે કે વધુને વધુ લોકો રકતદાન કરે. સમયે સાથે તેઓ ઘણી સામાનીક પ્રવૃતિઓ કરીને લોક સેવા ના કામ કરે છે.

ચેમ્બર ઓફી કોમર્સના પ્રમુખ શીવલાલ બારસીયાએ જણાવ્યું હતું કે સ્વ. પાંચાભાઇ અમારા વેપાર ઉઘોગના ખુબ આગળ પડતા હતા તેમનું આકસ્મીત દેહાંતથી વેપાર ઉઘોગને પણ ફટકો પડયો હતો, પરંતુ તેમની પાછળ તેમના પુત્રોએ જે કામગીરી કરેલી છે તે ખુબ પ્રસશનીય છે. દર વર્ષે શૈલેષ ગ્રુપ દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃતિઓ થતી જ રહે છે. જે સમાજ માટે પણ ખુબ જ પ્રેરણાદાયી છે.

સદગુરુ વર્ય શાસ્ત્રીશ્રી માધવપ્રિયદાસજીએ અબતકને કહ્યું કે, ૧૧મો બ્લડ ડોનેશન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે. તેમાં લોકોએ ભાઇ-બહેનોએ ઉત્સાહથી તેઓ રકતદાન કર્યુ છે. આપણે જાણે એ છીએ કે રકત પ્રસુતા માતા, સૈનિકો અને ઘવાયેલા લોકોનાં સ્વસ્થ્ય માટે વપરાઇ છે. પાંચાબાપાના પરિવાર દ્વારા ૧૧-૧૧ વર્ષથી કરતો આવે છે. પરિવારના યુવાનોને જે રૂપિયા મળ્યા છે.

તે તેઓએ સમાજ કલ્યાણ અને સતકર્મનો વિચાર કરતા તેનો ઉપયોગ કર્યો છે. ગુજરાતભરના યુવાનો માટે આ પ્રેરણાની વાત છે હર યુવાનમાં જે ભગવાનએ શકિત આપી છે. અને તે યુવાનમાં જે ભગવાનએ શકિત આપી છે. અને તે યુવાન જો એનો સદઉપયોગ કરે તો આપણે આખા સમાજની અંદર સ્વર્ગ જેવા સમાજ અને સુખી સમાજનું નિર્માણ કરી શકીશું.

પૈસા મળે, ત્યારે તમામ લોકો યાદ આવા જોઇએ. આપણા રૂષીમુનીઓને લોકહીતની વાત કરી છે. જે રીતે યુવાનોએ ગૌશાળા બનાવીછે તેમાં પણ ૧ર૦૦ જેટલી ગાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તે કાબીલેતારીફ છે. ભારતનો યુવાન તેનો સર્જનાત્મક ઉર્જાનો ઉપયોગ વિકાસ માટે કરે તે અનિવાર્ય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.