એક વખત રકતદાન કરવાથી ત્રણ વ્યકિતને નવજીવન મળે છે: વિશ્ર્વ રકતદાતા દિને રકતદાન માટે જનજાગૃતિ જરૂર
આજે વિશ્ર્વ રકતદાન દિવસ છે. રકતદાન પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે આ દિવસને મનાવવામા આવે છે. વર્ષ 2004થી વિશ્ર્વ રકતદાન દિવસ મનાવવામાં આવે છે. રકતદાન દ્વારા કોઈની અમૂલ્ય જીંદગી બચી શકે છે. કેમકે રકત બનાવાતુ નથી પરંતુ તેની જરૂરીયાતને માત્ર રકતદાન દ્વારા જ પૂરૂ કરી શકાય છે. રકતદાન કરવાથી ઘણા ફાયદા થાય છે. જેમાં ખાસ કરીને રકતદાન કરવાથી ભાવનાત્મક મજબૂતી વધે છે. શારીરિક સ્વાસ્થ્યમાં રકતદાન દ્વારા સુધારો આવે છે.
બ્લડ ડોનેશનની પ્રોસેશ ને સમજીએ તો બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરવા માટે એક કલાકથી પણ ઓછો સમય થાય છે. અને શરીરમાંથી બ્લડ કાઢવાની પ્રોશેસ માત્ર 8 થી 10 મીનીટમાં પૂરી થાય છે. મહત્વનું છે કે, રકતદાતાની સંપૂર્ણ માહિતી તેનું નામ, ફોન નંબર, એડ્રેસ રકતદાતાનો આઈડેન્ટીફીકેશન નંબર, ડ્રાઈવીંગ લાયસન્સને અન્ય બે આઈડેન્ટીફીકેશન કાર્ડ રજિસ્ટ્રેશન વખતે જમા કરાવવાના હોય છે.
રજિસ્ટ્રેશન બાદ રકતદાતાની હેલ્થહીસ્ટ્રી તપાસવામાં આવે છે. અને તેને નાનો એવો ફીઝીકલ ટેસ્ટ લેવામાં આવે છે. મહત્વનું છે કે રકતદાતાની હેલ્થહીસ્ટ્રીનો ડેટા ગુપ્ત રાખવામાં આવે છે. અને રકતદાન કર્યા બાદ પણ રકતદાતાને તેના ઘર સુધી પહોચાડવામાં આવે છે. રકતદાન પહેલા થતા રિપોર્ટમાં રકતદાતાનું બોડી ટેમ્પરેચર પલ્સ રેટ, બ્લડ પ્રેશર અને હીમોગ્લોબીન લેવલ ચેક કરાય છે. અને આ બધા રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ રકતદાતા રકતદાન કરવા માટે સક્ષમ છે. તેવું સાબિત થાય છે. રકતદાતાની હેલ્થહીસ્ટ્રી નોર્મલ છે તેવું જાણ્યા બાદ શરૂ થાય છે. બ્લડ ડોનેટની પ્રક્રિયા
બ્લડ હાથની નસમાંથી લેવામા આવે છે. તે ડાબા કે જમણા હાથમાંથી કાઢવામા આવે છે. કયા હાથમાંથી બ્લડ લેવું તે રકતદાતા કહી શકે છે. જે જગ્યાએથી બ્લડ લેવાનું હોય છે. તેને પહેલા એન્ટીસેપ્ટીકથી સાફ કરવામાં આવે છે. ત્યારબાદ નવી ડિસ્પોજેબલ નીડલ (સોય)થી બ્લડ લેવાથી રકતદાતાને સહેજ પીંચ કરાય છે.જેનું દર્દ માત્ર થોડીક સેક્ધડ રહે છે. બ્લડને એક પ્લાસ્ટિકની જંતુપ્રતિરોધક થેલીમાં એકઠુ કરાય છે. આ પ્રક્રિયામાં માત્ર 8 થી 10 મિનિટ થાય છે. મહત્વનું છે કે આ પ્લાસ્ટીકની થેલીમાં એવા તત્વ હોય છે જે રકતને જામવા દેતા નથી.
રકતદાન કર્યાની થોડીક મિનિટ આરામ કર્યા બાદ જયારે તમે સ્વસ્થ છો તેવું મહેસુસ કરો ત્યારબાદ રકતદાતા ડોનેશન સાઈટ છોડી શકે છે.
બ્લડ ડોનેટ કરવા માટે ઘણી બધી જગ્યાઓએ બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે. જેમાં સ્કુલ, કોલેજ, સ્વૈચ્છીક સંસ્થાઓમાં બ્લડ ડોનેશન કરી શકાય છે. રકતદાન દ્વારા કોઈપણ વ્યકિતનું જીવન બચી શકે છે. અને એટલે જ રકતદાન ને મહાદાન કહેવામાં આવે છે. એક યુનિટ બ્લડથી લગભગ ત્રણ વ્યકિતઓને જીવનદાન મળી શકે છે. તો આવો આજના દિવસે સંકલ્પ કરીને કે આપણે બ્લડ ડોનેટ કરીશું અને ત્રણ જીંદગી બચાવશુ.