જરૂરિયાત મંદ લોકોના લાભાર્થે આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને રોજગાર ક્ષેત્રે સંસ્થા કાર્યશીલ
રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા તા. 3 ને રવિવારના રોજ એક સાથે બે સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ અંગે ‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતે આવેલા રોટરી કલબના નિલેશ ભોજાણી, જયદેવ શાહ, આશિષ જોશીએ વિશેષ વિગતો આપી હતી. રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા 3જી જુલાઇ રવિવારે એક સાથે બે સ્થળે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે.
રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર સમાજના જરુરીયાતમંદ લોકોના લાભાર્થી આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને રોજગાર ક્ષેત્રે સતત કાર્યશીલ રહે છે.તાજેતરમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા સીવીલ હોસ્પિટલના દર્દીઓ તથા થેલેસેમીયા પીડીત લોકોના લાભાર્થે તા. 3 જુલાઇ 2022 રવિવારે રોટરી ગ્રેટર ભવન, રાષ્ટ્રીય શાળા કમ્પાઉન્ડ-ર વિધાનગર મેઇન રોડ, રાજકોટ ખાતે સવારે 9 થી 2 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
તદપરાંત દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના રંગોલી પાર્ક ખાતે પણ ઉપરોકત તારીખે અને સમયે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રોજેકટ ની સફળતા માટે કલબ પ્રેસિડેન્ટ રો. કુનાલ મહેતા અને કલબ સેક્રેટરી રો. અપૂર્વ મોદી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. બ્લડ ડોનેશન કેમ્પના આયોજન અંગેની વિગતવાર માહીતી રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર તરફથી રો. નિલેશ ભોજાણી, રો. જયદેવ શાહ અને રો. આશિષ જોશીએ અત્રે રૂબરૂ ઉ5સ્થિત રહીને આપી હતી.