સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત મહાનગર પાલિકાના વોર્ડ નં 13,  14 તથા વોર્ડ નં. 15 ખાતે રકતદાન કેમ્પનું આયોજન હાથ કરવામાં આવ્યુ હતું. જે રકતદાન કેમ્પની રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમે મુલાકાત લીધી હતી તેમજ રકતદાન કરનારા નાગરિકોને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યમંત્રીએ આ તકે જણાવ્યું હતું કે જી.જી. હોસ્પિટલના ગંભીર તથા અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને સરળતાથી વિનામૂલ્યે લોહી મળી રહે તેમજ કોરોના મહામારીમાં બ્લડની અછતને પહોંચી વળવા બ્લડ ડોનેશન કેમ્પના આ પ્રકારના આયોજનો લોહીની જરૂરિયાતને પહોંચી વળવા મહત્વના સાબિત થશે.

મંત્રી તથા સાંસદે બ્લડ ડોનેશન કેમ્પના સ્થળે નાગરિકો તથા આગેવાનો સાથે બેઠક કરી સંવાદ કર્યો હતો તેમજ મહામારીના આવા કપરા સમયમાં આ પ્રકારનું લોક સેવાનું કાર્ય હાથ ધરી સમાજને મદદરૂપ થવા બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા તેમજ રક્તદાતાઓને ભેટ અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, તથા વિજયસિંહ જેઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન અકાશભાઈ બારડ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી, રાજુભાઇ મોરવાડિયા તેમજ કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, જયંતીલાલ ગોહિલ, જેરામભાઈ રૂપડીયા, બબીતાબેન લાલવાણી, કેતનભાઇ નાખવા, ધવલ નંદા, શારદાબેન વિંઝુડા, લીલાબેન ભદ્રા, જીતેશભાઈ શિંગાળા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

સરસ્વતી સાધના યોજના હેઠળ 187 વિદ્યાર્થિનીઓને સાયકલ અર્પણ કરતા રાજ્યમંત્રી

IMG 20210605 WA0007

રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શહેરની જી.એસ.ક્ધયા વિદ્યાલય ખાતે રાજય સરકારના સમાજ કલ્યાણ વિભાગ હેઠળની સરસ્વતી સાધના યોજના અંતર્ગત 187 વિદ્યાર્થીનીઓને સાયકલનું વિતરણ કર્યું હતું. આ યોજના હેઠળ ધોરણ 9માં અભ્યાસ કરતી જામનગર શહેરની બક્ષીપંચ, આર્થિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિની 187 વિદ્યાર્થિનીઓને સાયકલ મળવાપાત્ર થતી હતી જેનું રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે શાળાના પ્રાંગણમાં પ્રતીક વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મેયર બીનાબેન, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખભાઈ હિંડોચા, વોર્ડ નં.3ના કોર્પોરેટર સુભાષભાઈ, પરાગભાઈ, અલ્કાબા, પન્નાબેન સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.