જરૂરી યાતમંદો માટે પ૦૦ બોટલ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય
રાજકોટના ભગવતીપરામાં આવેલ માધવ ગ્રુપ તથા જય મોગલ ગ્રુપ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉમટી પડશે. રક્તદાન કેમ્પનો મુખ્ય હેતુ જરૂરીયાતમંદ અને ગરીબ દર્દીઓ જેને બ્લડની બોટલનો ભાવ પરવડે તેમન નથી તેને મદદરૂપ થવાનો છે.
આ તકે સામાજીક સંસ્થાના માધવ ગ્રુપ તથા જય મોગલ ગ્રુપે જણાવ્યું હતું કે, દુનિયાના કોઇ ખૂણે લોહી બનાવવાની ફેક્ટરી નથી જે આપણે લોહી વહેવડાવવા કરતા લોહીનું દાન કરી કોઇનું જીવન બચાવી શકીએ છીએ તેમજ આ રક્તદાન કેમ્પનો મુખ્ય ઉદેશ લોકોને મદદરૂપ થવાનો છે.
આ રક્તદાન કેમ્પનું આયોજન તા.૧ર/૧/૨૦૨૦ના રવિવારના રોજ સવારે ૮ વાગ્યાથી ભગવતીપરા મેઇન રોડ, આંગણવાડી (યાદવ પાન) પાસે આવેલા રાધા કૃષ્ણ મંદિર ખાતે રાખવામાં આવેલું છે.
આ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાઇઓ તથા બહેનો માટે અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી વ્યવસ્થા જળવાઇ રહે. તેમજ પ૦૦ થી વધુ રક્તની બોટલ એકત્ર કરી લોકોને મદદરૂપ થવાનો ઉદ્દેશ છે.આ બ્લડ ડોનેશન કેમ્પમાં માધવ ગ્રુપ, જય મોગલ ગ્રુપ તેમજ અન્ય સંસ્થાઓ રક્તદાનના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે.