અબતકની મુલાકાતમાં રક્તદાનનું મહત્વ અને આયોજનની વિગતો આપતા શ્રેષ્ઠીજનો
માનવસેવા એ જ પ્રભુ સેવા ના પરોપકારી પ્રવૃત્તિઓમાં સૌથી વધુ પુણ્ય રક્તદાનને માનવામાં આવે છે રાજકોટના વીએમપી કંપનીના પ્રણેતા અને સેવા ના ભેખધારી સ્વ મનસુખભાઈ મોહનભાઈ શિરોયા ની 14 મી પુણ્યતિથિ નિમિત્તે આવતીકાલે તારીખ 28મી જાન્યુઆરી શનિવારે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
અબતકની મુલાકાતે આવેલા શ્રીમદ રાજચંદ્ર સેવા ટ્રસ્ટના વિનય ભાઈ જસાણી સંજયભાઈ હિરાણી અને આગેવાનોએ મહા રક્તદાન કેમ્પ ની વિગતો આપતા જણાવ્યું હતું કે વીએમપી કંપનીના પ્રણેતા અને સેવાભાવી મનસુખભાઈ મોહનભાઈ શિરોયા ની 14 મી પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પમાં આયોજન કરવામાં આવ્યું છે એસબીઆઇ બેન્ક ની સામે પેડક રોડ રણછોડ નગર ખાતે 28મી જાન્યુઆરી શનિવારે સવારે આઠ થી ચાર દરમિયાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
સેવાભાવી દાતા અને અગ્રણી ઉદ્યોગપતિ મનસુખભાઈ શિરોયા ની પુણ્યતિથિએ દર વર્ષે સેવાકીય પ્રવૃત્તિ ની એક આદમી પરંપરા છે આ વર્ષે પણ વીએમપી ગ્રુપ અને વી એમ પટેલ ભીખાભાઈ દાદલો અને સિલ્વર એસોસિએશન ની ટીમ ઈસ્ટ ઝોન ચાણક્ય ગ્રુપ ખોડલધામ સમિતિ શ્યામ યુવા ગ્રુપ સુરભી યુવા ગ્રુપ દ્વારકાધીશ યુવા ગ્રુપ રામાપીર માનવસેવા ટ્રસ્ટ અને શ્રીમદ રાજચંદ્ર સેવા ટ્રસ્ટના યોજનારા કેમ્પમાં એકત્રિત થનારું જરૂરિયાત મંદ દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ સહિતના સ્થળોએ આપી દેવામાં આવશે આ રક્તદાન કેમ્પ નેં સફળ બનાવવા વી એમ પટેલ નિલેશભાઈ કામદાર પિયુષભાઈ કામદાર જગદીશભાઈ ગઢીયા, વિપુલભાઈ ગઢીયા, ઋતિકભાઇ કોઠીયા, જયભાઈ શિરોયા, મોહિતભાઈ શિરોયા,સાગરભાઇ સાવલિયા, તુલસીભાઈ ગઢીયા, સુરેશભાઈ શિરોયા,મુકેશભાઈ કોઠીયા,આનંદભાઈ ગઢીયા, કિશનભાઇ ગઢીયા, મયુરભાઈ વેકરીયા અને વીએમપી ની ટીમ ઉઠાવી રહી છે
કુદરતે માતા અને રક્તદાતાને જ કુદરતે જીવનદાતાનો શ્રેય આપ્યો છે : વિનય જસાણી
સ્વ શ્રી મનસુખભાઈ મોહનભાઈ શિરોયા ની 14મી પુણ્યતિથિએ યોજાનારા આ રક્તદાન કેમ્પ ને પુણ્ય યજ્ઞ ગણાવી શ્રીમદ રાજચંદ્ર સેવા ટ્રસ્ટના વિજયભાઈ જસાણીએ જણાવ્યું હતું કે રક્તદાન એ સેવાનો મહાયજ્ઞ છે કુદરત દ્વારા જન્મ આપનારી માતા પછી રક્તદાતા ને અન્યનું જીવન બચાવવા અને જીવનદાતા તરીકેનું બિરુદ આપ્યું છે,રક્તદાન એ પુણ્ય સાથે આરોગ્યની રીતે પણ ફાયદાકારક છે દરેક વ્યક્તિના શરીરમાં 6,000 મીલી રક્ત હોય છે તેમાંથી 450 મિલી જેટલુ દાન કરવાથી 24 કલાકમાં ફરીથી નવા કોશ બની જાય છે અને રત્ના નવા કોષોથી શરીરમાં ઇમ્યુનિટી પાવર વધે છે બીપી કોલેસ્ટ્રોલ અને કેન્સર જેવા રોગ સામે કુદરતી લોકપ્રતિકારક શક્તિ મળે છે આમ રક્તદાન એ પુણ્ય સાથે આરોગ્ય માટે પણ ખૂબ લાભકારક છે