બહોળી સંખ્યામાં રકતદાતાઓ ઉમટી પડયા: મહાનુભાવોનું સન્માન
કાલાવાડના નિકાવા ગામે ડો.જે.જે.પંડયાના સન્માન અર્થે રકતદાન શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રકતદાન શિબિરમાં જીલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી, ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયા, આરોગ્ય સમિતિના ચેરમેન રેખાબેન ગજેરા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી.પટેલ, જીલ્લા પંચાયત નિકાવા સીટના સદસ્ય જે.પી.મારવિયા, કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ માધાણી, કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ લીલાબેન વાઘેલા, ઉપપ્રમુખ દેવદાનભાઈ જારીયા, નિકાવા ગામના યુવા સરપંચ રાજુભાઈ મારવીયા, ઉપસરપંચ રજીયાબેન નકાણી, ગ્રામ પંચાયત સદસ્ય નિલેશભાઈ ગમઢા, લાલજીભાઈ મારવિયા, મુસ્લિમ સમાજના અગ્રણી સોહિલભાઈ નકાણી, ધીરજલાલ પાતર, ગામના વડીલ આગેવાનો, આરોગ્ય કર્મચારી મહામંડળ, જીલ્લા પંચાયત જામનગરના પ્રમુખ વી.પી.જાડેજા, ઉપપ્રમુખ બી.કે.અમૃતિયા, મહામંત્રી એમ.એમ.બેડવા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
ડો.જે.જે.પંડયાના મિત્રો સુલેમાનભાઈ આદમાણી, ચીમનભાઈ સુચક, મોરડ ભીખાભાઈ નાનજીભાઈ ખાસ હાજર રહી ડો.પંડયા સાથેના જુના સંસ્મરણો વાગોળ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય કર્મચારી મહામંડળ જીલ્લા પંચાયતના પ્રમુખ વી.પી.જાડેજા તથા ઉપપ્રમુખ બી.કે.અમૃતિયા તથા મહામંત્રી એમ.એમ.બેડવા તથા નિકાવાના સરપંચ રાજુભાઈ મારવીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
નિકાવા પી.એચ.સી.ના વિજય હેરભા દ્વારા શબ્દોથી પધારેલ આમંત્રિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ સમગ્ર કાર્યક્રમની પ્રાસંગિક પરેખા આરોગ્ય કર્મચારી મહામંડળ જીલ્લા પંચાયત જામનગરના પ્રમુખ વી.પી.જાડેજા દ્વારા વકતવ્ય આપી રજુ કરવામાં આવી હતી. જીલ્લા આરોગ્ય અધિકારી જે.જે.પંડયાનું વી.પી.જાડેજા દ્વારા તેમજ નયનાબેન માધાણીનું કે.બી.જાડેજા તથા રેખાબેન ગજેરાનું મણીબેન વાઘેલા દ્વારા તેમજ રાજુભાઈ મારવીયાનું એમ.એમ.બેડવા દ્વારા તથા રાજુભાઈ રામોલીયાનું બી.કે.અમૃતિયા દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે ડો.જે.જે.પંડયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ડોકટર કયારેય નિવૃત થતા નથી અને હું સદાય જીવનમાં પ્રવૃતિમય રહીશ અને આ મારા સન્માન અર્થે જે રકતદાન શિબિર કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેનો મુખ્ય હેતુ કોઈને પણ કોઈને કોઈ કારણોસર બ્લડ મળી રહે અને ખાસ તો મહિલાઓને પ્રસુતિ સમયે જયારે બ્લડની જર પડે છે ત્યારે સાચી હકિકત બ્લડની શું છે ? તે ખબર પડે છે અને આ દાન મહાદાન છે.
જે શરીર સિવાય કયાંય બનતું નથી. તેમજ બેટી બચાવો, બેટી વધાવો તથા સમાજને કુપોષણમુકત કરવા સહુને સાથ આપવા આહવાન કરેલ હતું અને આ તકે નિકાવાના સરપંચ રાજુભાઈ મારવીયા તથા જે.પી.મારવીયાએ સમગ્ર ગ્રામવતી પંડયાનું જાહેરમાં શાલ ઓઢાડી સન્માન કરી બિરદાવ્યા હતા.
તેમજ નિકાવાના નિવૃત શિક્ષક સુલેમાનભાઈ આદમાણી તથા ભીખાભાઈ મોરડ અને ચીમનભાઈ સુચકે ડો.પંડયાની ૧૯૯૦ થી ૧૯૯૯ સુધીની સેવાઓની ખાસ કિસ્સાઓને યાદ કરી તેમના જીવનના જુના સંસ્મરણો જાહેરમાં વાગોળ્યા હતા. જેને તમામ લોકોએ તાળીઓથી વધાવી પંડયાને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમને સફળ બનાવવા આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ વી.પી.જાડેજા, ઉપપ્રમુખ બી.કે.અમૃતિયા, મહામંત્રી એમ.એમ.બેડવા તથા વિજય હેરભા, નિર્મળ ડાંગર, કે.બી.પરમાર, ચિરાગ રાઠોડ, કશ્યપ વાવડીયા, વિમલ બગથરીયા, ઘનશ્યામભાઈ મિસ્ત્રી, કમલભાઈ દેસાઈ, રાજુભાઈ રામોલીયા તથા નિકાવાના સરપંચ રાજુભાઈ મારવિયા તથા જીલ્લા પંચાયત સદસ્ય જે.પી.મારવીયાના સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.