રાષ્ટ્રીય એન્જિનિયરીંગ દિવસને લઈ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન યજ્ઞ: સંસ્થાનાં સભ્યો અબતકની મુલાકાતે

આવતીકાલે એન્જીનીયરીંગ ડે છે. આ દિવસને ધ્યાનમાં રાખી શહેરની મારબ સેવા સંસ્થા દ્વારા એક બ્લડ ડોેનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૧૦૧ બોટલ રકત એકત્ર થવાનું ટાર્ગેટ છે. આ તકે સંસ્થાનાં સભ્યોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રકતદાન મહાદાન યજ્ઞની પવિત્ર જયોતને છેલ્લા પાંચ વર્ષથી અવિરત પ્રજવલિત રાખનાર મારબ સેવા સંસ્થાનાં ચિત્રોડા અને પરમાણુ એકેડેમીનાં સહયોગથી કાલે રાષ્ટ્રીય એન્જીનીયરીંગ દિન નિમિતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બ્લડ ડોનેશન કલેકશન, બ્લડ ગ્રુપ ચેકીંગ, ભવિષ્યમાં રકતદાન કરી શકે એવા રકતદાતાનું ગ્રુપ બનાવવાનું હોવાથી દરેક રકતદાતાઓને ભાગ લેવા અનુરોધ કરાયો છે. રકતદાનયજ્ઞ કાલે સવારે ૮ થી ૧૨ પરમાણું બિલ્ડીંગ, મારૂતી ચોક, સત્ય સાઈ હોસ્પિટલ રોડ, આત્મીય કોલેજની પાછળ, રાજકોટ ખાતે કરાયું છે. વધુ માહિતી માટે મો.૯૧૦૬૧ ૧૭૭૫૭ સંપર્ક કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.