- સ્વ. મયુરભાઇ મકવાણાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા કાલે રકતદાન કેમ્પ
- ‘અબતક’ સાથેની મુલાકાતમાં આયોજકોએ સમગ્ર માહિતી આપી
- સ્વ. મયુરભાઇ નટવરલાલ મકવાણાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિથી કાલે કોઠારીયા નાકા ખાતે રકતદાન કેમ્પ રાખેલ છે.
તે અંતર્ગત ‘અબતક’ સાથેની મુલાકાતમાં હિરેન એન. મકવાણા, હિનેશ એન. મકવાણા, અમીત એસ. મકવાણા અને સમીર એસ. પરમાર, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, યજ્ઞેશ વારીયાએ વધુ વિગતો આપી હતી. સિવીલ હોસ્પિટલના જરુરીયાત મંદ દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી સ્વ. મયુરભાઇ નટવરલાલ મકવાણા, કે જેઓ ખુબ સરળ સ્વભાવના વિશાળ મિત્ર વર્તુળ ધરાવતા, જીવદયા પ્રેમી હતા તેમની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નીમીતે તા. ર3-3 ને રવિવારે સવારે 9 થી ર વાગ્યા સુધી કિશોરસિંહજી સ્કુલ શાળા નં. 1, કોઠારીયા નાકા, ખિજળા વાળા મામા સાહેબની સામે, રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે ચક્ષુદાન, દેહદાન, ત્વચાદાન, અંગદાન જાગૃતિ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે.
રાજકોટ સિવીલ બ્લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકટર્સ ની ટીમ માનદ સેવા આપશે. રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા જણાવેલ છે.
કોઇના જન્મ દિવસ કે સ્મૃતિ રુપે રાજકોટ સિવીલ હોસ્પિટલના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરવા, અંગદાન, ત્વચાદાન, ચક્ષુદાન, દેહદાન, થેલેસેમીયા જાગૃતિ સેમીનાર તેમજ જીવઘ્યાન કોઇપણ કાર્ય માટે શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી મો. નં. 94282 00660 નો સંપર્ક કરવા જણાવેલ છે.