અબતકની શુભેચ્છા મુલાકાતમાં રકતદાન કેમ્પની આપી વિગત
રાજકોટનો ર3 મહિનાનો વેદ ઝીંઝુવાડીયા મગજમાં ગાંઠ બાદ કોમામાં સરી પડયો આ દુ:ખમાં પણ માતા-પિતાએ દીકરાની બન્ને કિડની અને આંખ ડોનેટ કરવાનો નિર્ણય લીધો. વેદે આ દુનિયાને છોડતા પહેલા બન્ને કિડની દાન કરી 17 વર્ષના અનુજને નવજીવન આપનો ગયો.
અબતક ની શુભેચ્છા મુલાકાતે ભાવેશ ઝીઝુવાડીયાએ જણાવ્યું હતું કે, રાજકોટ સિવીલ હોસ્પિટલના જરુરીયાત મંદ દર્દીઓને બ્લડ મળી રહે તેવા શુભઆશયથી અંગદાતા વેદની સ્મૃતિરુપે, ભાઇ વિઆનની રકતતુલા નિમિતે, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી તા. 19-5-24 રવિવાર સાંજે 6 થી રાત્રે 8.30 કલાક સુધી પાવન ફાર્મ, ધ વન વર્લ્ડની સામે, શીતલ પાર્ક પાસે, 150 ફુટ રીંગ રોડ રાજકોટ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. (ડો. દિવ્યેશ વિરોજા, ડો. સંકલ્પ વણજારા, ડો. તેજસ કરમટા, મિતલ ખેતાણી)
આ કેમ્પમાં ભાવેશભાઇ ઝીંંઝુવાડીયા, વિભૂતિબેન ઝીંઝુવાડીયા, ઝીંઝુવાડીયા પરિવાર, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી, ડો. પ્રતિક અમલાણી, (યુરોલોજીસ્ટ યુરો કેર હોસ્પિટલ) ડો. પુનિત ત્રિવેદી (ન્યુરો સર્જન, રાજ હોસ્પિટલ), રાજકોટ સિવીલ હોસ્પિટલ બ્લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્ટ ડોકડર્સની ટીમ માનવ સેવા આપશે.રકતદાતાઓને બહોળી સંખ્યામાં રકતદાન કરવા નમ્ર વિનંતી અરજ કરેલ છે.
સમસ્ત પ્રજાપતિ જ્ઞાતિ તેમજ ઓર્ગન ડીનેશન ફાઉન્ડેશનનો સહયોગ મળેલ છે. કોઇની સ્મૃતિરુપે કે જન્મ દિવસ નીમીતે રાજકોટ સિવીલ હોસ્પિટલના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરવા માટે શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી મો. નં. 94282 00660 નો સંપર્ક કરવા વિનંતી.
અબતકની શુભેચ્છા મુલાકાતે મનસુખભાઇ તલસાણીયા (પ્રમુખ પ્રજાપતિ જ્ઞાતિ), તથા નિતીનભાઇ ઘાટલીયા, ભાવનાબેન મંડલી (ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન) , ભાવેશભાઇ ઝીંઝુવાડીયા, વિપુલભાઇ ઝિંઝુવાડીયા, શ્રીમદ્દ રાજચંદ્ર ફાઉન્ડેશન ના વિનય જસાણી, યજ્ઞેશ વારીયા ઉ5સ્થિત રહ્યા હતા.