વૃઘ્ધાશ્રમના વૃઘ્ધોએ વિઘ્નહર્તાની ઉતારી આરતી: વૃઘ્ધોને ભાવતા ભોજનીયાં કરાવાયાં
સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત ગણેશ મહોત્સવ તાજેતરમાં ટ્રસ્ટ દ્વારા અલગ અલગ વૃઘ્ધાશ્રમોના ૧પ૦ જેટલા વૃઘ્ધાને ટ્રસ્ટ દ્વારા ગણપતિજીની મહાઆરતી માટે આમંત્રીત કરવામાં આવેલ હતા તેમજ આરતી બાદ તમામ વૃઘ્ધોને ટેબલ ખુરશી ઉપર બેસાડીને તેમને ભાવતું ભોજન ટ્રસ્ટના તમામ કાર્યકરો દ્વારા પીરસીને જમાડવવામાં આવેલ હતા તેમજ તે જમણવાર પુરો થયા બાદ તે તમામ વૃઘ્ધોને જીવન જરુરી ચીજવસ્તુની ગીફટ આપવામાં આવેલ હતી.
આ મહાઆરતીમાં જોઇન્ટ કમિશ્નર ઓફ પોલીસ ચૌધરી જી.પી. મહેતા એડવોકેટ દિપકભાઇ કારીયા (બેસ્ટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ) તથા જયેશભાઇ કોઠારી વિગેરે તમામ પોતાના પરીવાર સહીત ઉ૫સ્થિત રહેલ હતા.
ટ્રસ્ટ દ્વારા આજરોજ તા. ૬-૯ ના રોજ બપોરે ૩.૩૦ થી રાત્રે ૮.૩૦ કલાક દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તમામ કાર્યકરો તથા બ્લડ ડોનરો મળી કુલ ર૦૦ થી વધુ બ્લડ ડોનરો દ્વારા બ્લડ આપવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં શ્રીનાથજીની ઝાંખી ધીરુભાઇ સરવૈયા નો હસાયરો તથા શીવ આરાધના જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોકત તમામ કાર્યક્રમોને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ કેતનભાઇ સાપરીયા, અનિલભાઇ તન્ના, જતીનભાઇ માનસાતા, ગુલાબસિંહ જાડેજા, કાનભા જાડેજા, વિપુલભાઇ ગોહેલ વિગેરે તમામ કાર્યકરો દ્વારા મહેનત કરવામાં આવેલ છે.