સલામત લોહી તે દર્દીઓને અનેક લાભ આપી શકે છે અને તેના કારણે સમાજને અનેક લાભ પણ થાય છે નવું જીવનદાન કરતા રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા અને તેનું મહત્વ વધારવા માટે વાય આઈ ગ્રુપ દ્વારા આન હોન્ડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનો આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક લોકોએ પોતાનો રક્ત આપીને માનવ સેવા નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉપરાંત આગામી ત્રણ મહિના પછી પણ આ આયોજન થશે તેવી અપીલ કરવામાં આવી હતી.
50થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો: જય પીઠડીયા
આન હોન્ડાના એચ આર જય પીઠડીયા સાથેની વાતચીત કરતાજણાવ્યું હતું કે યંગ ઇન્ડિયન્સ રાજકોટ દ્વારા આન હોન્ડા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આન હોન્ડા નાં ઇંછ જય પીઠડીયા એ 50 ,થી વધુ રક્તની બોટલ એકત્રિત કરવાનો લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યો છે એવું જણાવ્યુ.આ રક્તની બોટલ મુખ્યત્વે થેલેસેમિયા થી પીડાતા લોકો અને અકસ્માતમાં જરૂરિયાત પડેલ દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે. થેલેસેમિયા રોગથી પીડાતા દર્દીઓ અને અકસ્માતમાં રક્તની જરૂરિયાત પડેલ લોકો માટે આ રક્તનો ઉપયોગ કરાશે.અને એટલુંજ નહીં આવનારા દિવસોમાં અનેક સેવા કાર્યો કરવા માટે યંગ ઇન્ડિયા ગ્રુપ હર હંમેશ તત્પર અને પ્રેરિત થયું છે અને અનેકવિધ કાર્યક્રમો પણ હાથ ધરશે.
બ્લડ ડોનેશન છે જરૂરી: કુલદીપસિંહ ડાભી
આન હોન્ડા નાં જનરલ મેનેજર જે દર વર્ષે આ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરે છે ઉપરાંત તેનો સ્ટાફ પણ તેને પૂરો સપોર્ટ કરે છે. ઉપરાંત બ્લડ ડોનેશન તો કરવું જ જોઈએ અને આ એક સારી આપેલ છે અને ત્રણ મહિના પછી આ જ કેમ્પ ફરી યોજવામાં આવશે એવું તેમને જણાવ્યું.