સીઆઇઆઇ સંલગ્ન યંગ ઇન્ડિયા ગ્રુપનું રાજકોટ ૪૩મું ચેપ્ટર: લાઇફ સાથે જોડાઇ પ૦ રકતની બોટલો એકત્રીત કરવાનો લક્ષ્યાંક સાઘ્યો
રાજકોટ ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુઁ યંગ ઇન્ડિયા ગ્રુપ સીઆઇઆઇ સાથે સંલગ્ન સંસ્થા છે, જે દેશનાં વિકાસ અને દેશનાં ઉથાન માટે કાર્ય કરી રહ્યું છે. રાજકોટ યંગ ઇન્ડિયાનું ૪૩મું ચેપ્ટર છે. યંગ ઇન્ડિયા ગ્રુપ રાષ્ટ્રનિર્માણ સહીત અંગદાન અને રોડ સેફટીને લઇ લોકોમાં જાગૃતા કેળવાય તે હેતુસર કામગીરી કરવામાં આવી હતી.
રાજકોટ ખાતે યંગ ઇન્ડિયા ગ્રુપમાં જોડાયેલા સ્વયંસેવકો રાજકોટ સહીત સૌરાષ્ટ્રના અનેક વિદ્ય ક્ષેત્રમાં ખ્યાતી પ્રાપ્ત કરેલ છે. ત્યારે રાજકોટ ખાતે આવેલી ચોકી ધાણી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુઁ. જેમાં પ૦ બોટલ રકત એકત્રીત કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો. જે લાઇફનાં સંયુકત ઉપક્રમે યોજાયો હતો.
આ પ્રસંગે યંગ ઇન્ડિયા ગ્રુપના ચેરમેન નમ્રતાબેન ભટ્ટ, કો. ચેર યશ રાઠોડ અને અંગદાન અંગે જાગૃતા કેળવનાર નૈમીભાઇ ઠાકર અને જય પુજારા દ્વારા લોકોને આહવાન કરી અપીલ કરી હતી. કે લોકોએ મહદ અંશે આ પ્રકારનાઁ કાર્યક્રમો કરવા જોઇએ અને રાષ્ટ્ર નિર્માણ અંગે જાગૃતા કેળવી જોઇએ.
આ પ્રસંગે ચેરમેન નમ્રતાબેન ભટ્ટએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે યંગ ઇન્ડીયા હેઠળ રાજકોટ ૪૩મું ચેપ્ટર છે. જે અનેક વિધ પ્રકારે લોકોપયોગી કામગીરી કરી રહ્યું છે. જેનું ઉદઘાટન રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા કરવામાં આવ્યું હતું. યંગ ઇન્ડીયા ગ્રુપ દ્વારા રોડ સેફટી, ઓર્ગન ડોનેશન, સહીત બ્લડ ડોનેશન કેમ્પનું સમયાંતરે આયોજન કરવામાં આવ્યુઁ હોય છે. જેથી લોકોમાં જાગૃતા કેળવાય આ તકે તેઓએ માહીતી આપણા જણાવ્યું હતું કે જે રીતે લોકોનો સાથ સહકાર મળી રહયો છે. તે ખરા અર્થમાં કાબીલેતારીફ છે.
એવી જ રીતે ચોકીધાણીના નૈમીભાઇએ અબતક સાથેની વાતચીતમાં માહીતી આપતા જણાવ્યું હતું કે રાજકોટનાં ઘણા લોકો ઉઘોગપતિઓ છે અને પોતાનો વ્યવસાય ખુબ જ સારી રીતે ચલાવી રહ્યા છે પરંતુ જે આનઁદ સમાજ સેવામાં કરવાથી મળે છે તે પિયા કમાવાથી નથી મળતો હાલ જે રીતે યંગ ઇન્ડીયા ગ્રુપ લોક જાગૃતિ અને લોકોનાનં ઉદ્યાન માટે કામગીરી કરી રહ્યું છે. તે સરાહનીય છે ત્યારે જે રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેનાથી એકત્રીત થયેલ રકત લોકોનાં હીત માટે વપરાશે તે એક સારી વાત છે.