જરૂરીયાતમંદ અને થેલેસેમીયા પીડીત બાળકો માટે ૩૦૦ થી વધુ રકતદાતાએ રકતદાન કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે નીમીતે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા ત્યારે રાજકોટ ખાતે મોદી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન નાથાણી બ્લડ બેંક ખાતે કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યુ હતું. અબતક સાથેની વાતચીતમાં દેવેન્દ્રભાઇ શામળદાસ હજારે (મોવી સમાજના પ્રમુખ રાજકોટ)એ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૬૯માં જન્મદિન નીમીતે રાજકોટ મોદી સમાજ તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોદી સમાજના લોકોએ રકતદાન કરી જે ટાર્ગેટ હતો તેને પરિપૂર્ણ કરવામાં સહયોગ આપ્યો છે. મોદી સમાજ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૬૯માં જન્મદિન નીમીતે માત્ર રાજકોટમાં જ નહિ પરંતુ સિઘ્ધપુર, વિસનગર, સુરત જેવા મહાનગરોમાં પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે સફળતાપૂર્વક પૂર્ણ થયું છે.
અબતક સાથેની વાતચીતમાં નાથાણી બ્લડ બેંક ના પીઆરઓ ભરતભાઇ હજારેએ જણાવ્યું હતું કે નરેન્દ્રભાઇ મોદી વડાપ્રધાન ના ૬૯માં જન્મદિન નીમીતે મોદી સમાજ અને નાથાણી બ્લડ બેંક ના સંયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦ જેટલા રકત દાતાઓએ રકતદાન કર્યુ હતું. આ કેમ્પમાં એકત્ર થયેલું રકત જરુરીયાત મંદ લોકો અને થેલેસેમીયાથી પીડાતા બાળકો માટે એકત્ર કરવામાં આવ્યું છે. કાર્યક્રમને સફળ બનાવવા મોદી સમાજ અને નાથાણી બ્લડ બેંક અને તેમના અનુભવી સ્ટાફનો હરહંમેશ રીપોર્ટ રચ્યો છે.