સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીની અનોખી ઉજવણી થશે
આગામી તા.૩૧મી ઓકટોબરે દેશની આઝાદીમાં તેમજ આઝાદી બાદ અલગ અલગ સુબાઓમાં વિસ્તરેલાં ભારતના નાના-નાના ગણરાજયોને એકઠા કરવામાં ચાવીપ મહત્વની ભૂમિકા ભજવનાર અને લોખંડી પુરુષ તથા સરદારનું બિદ પ્રાપ્ત કરનાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ હોય દેશભરમાં તેની અલગ-અલગ રીતે ઉજવણી કરવામાં આવનાર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ગામે પણ સરદાર પટેલની જન્મજયંતિની અનોખી ઉજવણી કરવાનું નકકી કરતા મીઠાપુર પટેલ સમાજ તેમજ મીઠાપુર મિત્રમંડળ દ્વારા સંયુકત રીતે મીઠાપુરના મંગલ કાર્યાલય ખાતે સવારે ૧૦:૦૦ કલાકથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પમાં સામવેદ વોલન્ટરી બ્લડ બેન્ક એન્ડ રીસર્ચ સેન્ટર જામનગરની ટીમ ઉપસ્થિત રહેશે. સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણી તથા હાલમાં રાજયમાં ડેન્ગ્યુ બોગની પરિસ્થિતિ વિકટ હોય જેમાં રકતની જરીયાત રહેતી હોય અપુરતો પુરવઠો હોય વધુને વધુ ઓખા મંડળવાસીઓ આ બ્લડ ડોનેશન કેમ્પમાં રકતનું દાન કરે એ માટે આયોજકો દ્વારા અપીલ કરાઈ છે.