રક્તદાન પ્રત્યે જાગૃતતા લાવવા અને રક્ત જરૂરીયાતમંદને સહારૂપ બનવા કાર્યક્રમ

રાજકોટના જાણીતા જીનિયસ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટયુશન્સના ચેરમેન ડી. વી. મહેતાનો જન્મદિવસ છેલ્લા રર વર્ષોથી રકતદાન કેમ્પના આયોજન થકી ઉજવવામાં આવે છે. તાજેતરમાં ડી.વી. મહેતાના જન્મદિવસના અનુસંધાને ફિલ્ડ માર્શલ બલ્ડ બેંકના સહયોગથી જીનિયસ ઈંગ્લીશ મિડીયમ સ્કુલ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે રક્તદાન કેમ્પના આયોજન કરવામાં આવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, સ્ટાફના સભ્યો, શાળા સંચાલકો અને મહાનુભાવોએ રક્તદાન કરીને સામાજીક સેવામાં યોગદાન આપ્યું હતું.

12x8 2 1

આ બ્લડ ડોનેશન કેમ્પમાં આવેલ રક્તદાતાઓએ 81 યુનિટ રક્તનું દાન કર્યું હતું, જે ફિલ્ડ માર્શલ બ્લલ્ડ બેંકને સોંપવામાં આવ્યું હતું. કેમ્પમાં આવનાર સેવાભાવી રક્તદાતાઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આભાર વ્યક્ત કરવા આભારપત્ર આપવામાં આવ્યા હતા.

રક્તદાન શિબિરમાં શુભમ સ્કૂલના અવધેશભાઈ કાનગડ, ભુષણ સ્કૂલના પરિમલભાઈ પરડવા, મંગલમુર્તી વિદ્યામંદિરના નરેન્દ્રભાઈ ભાલોડીયા, સાંદિપની સ્કૂલનાં ઉર્વીશભાઈ પિપળીયા, આર.બી. વિદ્યાલયના વિનયભાઈ લોખીલ, શમસ વિદ્યાલયના એચ.એ નાકાણી, પાર્થ વિદ્યાલય પ્રાથમિક સ્કૂલનાં ચેતનભાઈ ટાંક, દેવગામના સરપંચ નિતિનભાઈ ડોબરીયા, નવરંગ નેચર ક્લબના વી. ડી. બાલા અને કે.એન. રહેવર હાયર સેક્ધડરી સ્કૂલના રઘુવિરસિંહ રહેવરે હાજરી આપીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ રક્તદાન કેમ્પના સફળ આયોજનમાં સંસ્થાના ચેરમેન ડી. વી. મહેતા, સીઇઓ ડીમ્પલબેન મહેતા, જય ઈન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સીપાલ જોયિતા રે ચૌધરી, જય ઈન્ટરનેશનલ સ્કૂલના વાઈસ પ્રિન્સિપાલ ચાર્મી સેદાણી, જીનિયસ સ્કૂલના વાઈસ પ્રિન્સિપાલ કાજલ શુકલ, પ્રિ-પ્રાયમરી હેડ ભૂમિ ગઢવી, જીનિયસ સ્કૂલના એડમીન અને આઈટી હેડ પ્રમોદ જેઠવા અને જય ઈન્ટરનેશનલ સ્કૂલના એડમીન અને સ્પોર્ટસ હેડ હરપાલસિંહ ચુડાસમાના માર્ગદર્શનમાં જીનિયસ સ્કૂલ અને જય ઈન્ટરનેશનલ સ્કૂલના શિક્ષકો અને સ્ટાફના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.