લોકડાઉન દરમ્યાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરનારી રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા અને કેન્સરગ્રસ્ત દર્દીઓને લોકડાઉનમાં રક્તની અછત તંગી વર્તાય રહી છે. જેથી આવા દર્દીઓને મદદરૂપ થવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશ્યલ ડિસ્ટનસિંગ જાળવીને લોકડાઉનના નિયમોનું પાલન સાથે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતાં. જેથી આ રક્તદાન કેમ્પમાં ૧૭૧ બોટલ રક્ત એકઠું થયું હતું. આ રક્ત રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેન્ક તથા સિવિલ હોસ્પિટલની બ્લડ બેન્કને અર્પણ કરાયું છે. આ રક્તદાન કેમ્પમાં રાજકોટ શહેર પોલીસની ટ્રાફિક બ્રાન્ચના પીઆઈ સુખવિંદરસિંગ ગડુ અને તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ જયભાઈ ધોળા સ્ટાફ સાથે ઉપસ્થિત રહીને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના રાજકોટ શહેર-જિલ્લાના હોદેદારો અને મહિલા વિંગના હોદેદારોએ જહેમત ઉઠાવી હતી. આ પહેલા પણ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા દાતાઓના સહયોગથી લોકડાઉનના આ કપરા સમયમાં જરૂરીયાતમંદ ૨૩૫૫ લોકોને રાશનકીટનું વિતરણ કલેકટર રેમ્યા મોહન તથા એસડીએમ ચરણસિંહ ગોહિલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.ઉપરાંત જ્યારથી લોકડાઉન થયું છે ત્યારથી રોજ નિયમિત રીતે રાત્રીના પોલીસ, હોસ્પિટલ સફાઈ કર્મી સ્ટાફ અને પરપ્રાંતીય મજદૂરોને ચા, મિનરલ વોટર, નાસ્તાની સેવા આપવામાં આવે છે તથા અબોલ જીવને પણ ભોજન આપવામા આવે છે.
લોકડાઉન દરમિયાન સેના દ્વારા અનેક સેવાકાર્યો હાથ ધરાયા: મનીષાબા વાળા
રાષ્ટ્રીય રાજપુત કરણીસેનાના મહિલા આગેવાન મનીષાબા વાળાએ મુલાકાતમાં જણાવ્યું હતું કે કોરોના વાઇરસના કારણે ભારત પર જે સંકટ આવ્યું છે. ત્યારે રકતની જરુરીયાત વાળા ઘણા દર્દીઓ છે. તેમને મદદપ થવા માટે રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા ૨૦૦ જેટલી રકતની બોટલો એકત્રીત કરવાનો અમારો લક્ષ્યાંક રાખીને આવા દર્દીઓને મદદપ થવાના છીએ. આ સિવાય રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા કોરોના વાઇરસના આકરા સમયમાં મદદપ થવા અનેક સેવા કાર્યો હાથ ધર્યા છે.
લોહીના અભાવે મુશ્કેલી અનુભવતા દર્દીઓની સહાય કેમ્પનું આયોજન: મૌલિકસિંહ વાઢેર
રાષ્ટ્રીય રાજપુત કરણી સેના રાજકોટના આગેવાન મૌલિકસિંહ વાઢેરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, રાજપુત કરણી સેના દ્વારા કોરોના વાઇરસની મહામારી વચ્ચે રાહત સામગ્રીની કીટનું વિતરણ સતત કરવામાં આવી રહ્યું છે. જેમાં અત્યાર સુધી ૨૬૦૦ જેટલી કિટનું વિતરણ કરાયું છે. અમારા ઘ્યાનમાં આવ્યું હતું કે થેલેસેમીયા ગ્રસ્ત લોકોની હાલત ખરાબ છે. કેન્સર જેવી બીમારીથી પીડાતા દર્દીઓની સ્થિતિ પણ ખરાબ છે. જેથી, રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સોશ્યલ ડીસ્ટન્સનું ઘ્યાન રાખીને અમે ર૦૦ બોટલ રકતનો ટારગેટ રાખ્યો છે. જેમાંથી રોટરી કલબ અને લાઇફ સંસ્થાને ૧૦૦-૧૦૦ રકત બોટલો આપવાનું નકકી કર્યુ છે.