‘રકતદાન એ મહાદાન’ની ઉકિતને સાર્થક કરવાના એક ભાગ‚પે ધ ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કાૃ.લી. રાજકોટ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કંપનીની કોર્પોરેટ ઓફીસ, ઢેબર રોડ ખાતે કરવામાં આવ્યું હતુ. આ બ્લડ ડોનેશન કેમ્પની સાથે સાથે હેલ્થ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કેમ્પ યોજવા પાછળનો ઉદેશ્ય જણાવતા ઓરીએન્ટલ ઈન્સ્યોરન્સ કાૃ.લી. અમદાવાદના મેનેજર એસ.કે. ગુપ્તાએ જણાવ્યું હતુ કે આ કંપનીનો ૭૧મી વર્ષગાંઠના અવસરે સમાજ કલ્યાણના ભાગ‚પે આ રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ વિભાગના મેનેજર અમરીશ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે આ કેમ્પ ૭૧મી વર્ષગાંઠના ભાગ‚પે આયોજન કરવામાં આવ્યું છે. સાથેસાથે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ પણ રાખવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવતા કહ્યું હતુ કે આજે ફિલ્ડ માર્શલ બ્લડ બેંકને અહીયા એકત્રીત કરેલુ સંપૂર્ણ રકત આપવાનું છે. તથા આશરે ૧૫૦ બોટલ રકત એકત્રીત થશે તેવી આશા છે.