જૈનાચાર્ય લોકેશજી, જી.જી.ગંગાધર અને સુતપ્રજ્ઞ સ્વામિ સહિતના મહાનુભાવો રહ્યાં ઉપસ્થિત
રાજકોટમાં ૧૯૮૧ થી કાર્યરત લાઈફ બ્લડ સેન્ટર કે જે રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્કના નામે ઓળખાતી હતી તે સપ્નાના ૩૯માં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે. ત્યારે આ નિમિત્તે દિલ્હીથી ખાસ રાજકોટ આવેલા પ્રખર જૈનાચાર્ય, અહિંસા વિશ્ર્વભારતીના સંસપક અને ચિંતક પૂ.લોકેશજીએ પ્રોજેકટ ‘લાઈફ’ અને લાઈફ બ્લડ સેન્ટરની સેવાભાવી પ્રવૃત્તિ નિહાળી હતી અને તેને બિરદાવી હતી. ત્યારે આજરોજ લાઈફ બ્લડ બેન્ક અને એચ.ડી.એફ.સી.ના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું ઉદ્ઘાટન આચાર્ય લોકેશજીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કેમ્પના બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. રક્તદાન કર્યું હતું. મીતલ કોટિચાએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કે, હાલના સમયમાં લોકો બ્લડ ડોનેટ કરવામાં ક્યાંકને ક્યાંક ગેરમાન્યતા ધરાવે છે. તો બ્લડ ડોનેટ કરવું એ શરીર માટે ખુબજ સારી બાબત છે. જેનાી શરીરને નવું લોહિ મળે છે. આ ઉપરાંત આજે સો ટકા લોહીની જરૂર હોય ત્યારે માત્ર ૧૦ ટકાને જ લોહી મળતું હોય છે તો જો તમામ લોકો રક્તદાન કરે તો બીજા વ્યક્તિને જીવનદાન મળી શકે. વિશેષ ઉમેર્યું કે થેલેસેમીયાગ્રસ્ત બાળકોને પણ લોહીની ખુબજ જરૂર હોય છે. ત્યારે એચ.ડી.એફ.સી બેન્ક અને લાઈફ બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના મુખ્ય અતિથિ તરીકે દિલ્હીથી આચાર્ય લોકેશજી, સુતપ્રજ્ઞ સ્વામી, જી.જી.ગંગાધરણ સહિતના ખાસ ઉપસ્તિ રહી રક્તદાનના મુલ્યો સમજાવ્યા.