વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન: આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા રાજકોટ ખાતે પણ સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી ત્યારે રાજકોટ મોટી સમાજ દ્વારા કાલે ભાડલા મૂકામે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ વડાપ્રધાનના જન્મદિવસે મોટી સમાજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ૩૦૦ બોટલ બ્લડ એકત્રિત કરાયું હતુ અને આવતીકાલે પણ આ કેમ્પમાં ૩૦૦ બોટલ બ્લડ એકત્ર કરવાનું ટાર્ગેટ છે. આ તકે આયોજકો ભરતભાઈ હજારે અને રોહિતભાઈ મોદીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.

બ્લડ ડોનેશન કેમ્પ અંગે જણાવતા તેઓએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રોહિતભાઈ મોદીના પિતા શામળદાસ મોદીનો જન્મદિવસ એક જ દિવસે છે. અને પિતાની જન્મજયંતિ નિમિતે આ સેવા કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

આવતીકાલે સવારે ૯ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. ભાડલા મુકામે યોજાનાર આ કેમ્પમાં જે સભ્ય પહોચી ન શકે તેમના માટે રાજકોટમાં નાથાણી બ્લડ બેંક ૨૨ જાગનાથ પ્લોટ રાજકોટ ખાતે વ્યવસ્થા રાખેલ છે. તો દરેક સભ્યોને સમયસર હાજરી આપવા અને વધુમાં વધુ લોકો આ બ્લડ ડોનેશન કેમ્પમાં જોડાય તેવો અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.