રાજકોટ, માનવતાની સેવામાં જીવનનું દરેક પળ સમર્પિત થાય એવી ભાવના થી આપડે સૌએ જીવન જીવવાનું છે આ વચન સતગુરુ માતા સુદીક્ષા જી દ્વારા માનવ એકતા દિવસ ના અવસર પર રાજકોટ સહિત 272 સ્થળોએ આયોજિત રક્તદાન શિબિર ને ઝૂમ એપ ના માધ્યમ થી સંબોધીને સામૂહિક રૂપે તેમના આશીર્વાદ પ્રદાન કર્યા.
સતગુરુ માતાજી એ કહ્યું કે બાબા ગુરૂબચન સિંહ જી નું જીવન અને તેમની શિક્ષાઓ માંથી પ્રેરણા લઈ માનવતાની સેવા માં મહત્વપૂર્ણ યોગદાન આપવાનું છે તથા વધુમાં સતગુરુ માતાજી એ બાબા હરદેવસિંહ જી મહારાજ ની મહત્વપૂર્ણ શિક્ષા ઓ નો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે રક્તદાન ના માધ્યમ દ્વારા માનવતા ની સેવા માં આપડે બહુમૂલ્ય યોગદાન આપી ને કોઈ નું જીવન બચાવી શકાય. તથા જો કોઈ પણ કારણ સર શારીરિક રૂપે અસમર્થ થઈને રક્તદાન ન થાય તો પણ તે સેવાની ભાવના સ્વીકાર્ય છે.
યુગપ્રવર્તક બાબા ગુરુબચન સિંહ જી એ આધ્યાત્મિક જાગૃતિ ના માધ્યમ ની ભાઈચારો તથા મિલવર્તં નો સંદેશ વિશ્વ ભરમાં આપ્યો. સાથે ગુરુ ભક્ત ચાચા પ્રતાપ સિંહ જી તથા અન્ય ભક્તો ને પણ આજના દિવસે યાદ કરાય છે.
માનવ એકતા દિવસ નાં અવસર પર દર વર્ષે સત્સંગ નાં કાર્યક્રમો આયોજિત કરાય છે. જ્યાં વિશેષ રૂપે રક્તદાન શિબિરો ની વિશાળ સાંકળ નો પણ આરંભ થાય છે. જે વર્ષ દરમિયાન સતત ચાલતી રહે છે. આ અવસર પર રાજકોટ માં પરસાણા સ્થિત સંત નિરંકારી સત્સંગ ભવન પર સવાર ના 9 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી રક્તદાન શિબિર નું આયોજન કરેલ જેમાં 124 રક્ત યુનિટ એકત્રિત થયા હતા. જ્યારે આખા ભારત માં 272 સ્થળોએ અંદાજિત 50,000 યુનિટ રક્ત એકત્રિત થયુ. ભક્તો એ ઉત્સાહ થી રક્તદાન કરી માનવતા ની સેવા માં અમૂલ્ય યોગદાન આપ્યું. સંત નિરંકારી મિશન હમેશા થી માનવીય મૂલ્યો નાં રક્ષા હેતુ કરેલી સેવાઓ માટે પ્રશંસા નું પાત્ર બન્યું છે તથા ઘણા રાજ્યો દ્વારા સમ્માનિત પણ કરેલ. લોકો નાં કલ્યાણ માટે આ બધી સેવાઓ મિશન દ્વારા સતત ચાલુ રહેશે.
રક્તદાન શિબિર ને સફળ બનાવવા રાજકોટ નાં સંયોજક શ્રી રાજેશ કેસવાણી જી તથા સેવાદળ સંચાલક શ્રી મનમોહન સાધવાની જી એ ભારે જહેમત કરેલ. આપના સમ્માનિત વર્તમાન પત્ર મા સમાવેશ હેતુ