- ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં માંધાતા ગ્રુપના સભ્યોએ આપી વિગત
કોળી સમાજના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો જન્મ દિવસ 16-3-2025 ના રોજ 69 વર્ષ પૂર્ણ કરી 70માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે મહારકતદાન કેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ સવારે 9 કલાકે શૈક્ષણિક સંકુલ અમરાપુર, મુ. અમરાપુર, તા. વિછીયા, જી. રાજકોટ ખાતે રાખામાં આવેલ છે તેમજ સર્વ સમાજના ભાઇઓ- બહેનોને બ્લડ ડોનેશન બ્લડ આપવા માટે અમરાપુર શૈક્ષણિક સંકુલમાં આયોજન કરવામાં આવ્યું છે.
‘અબતક’ ની શુભેચ્છા મુલાકાતમાં રેખાબેન સગારકાએ જણાવ્યું હતું કે રાત અને દિવસ જોયા વગર દરેક સમાજનું કોઇપણ કામ નાત અને જાતના ભેદભાવ વગર કામ કરતા કુંવરજીભાઇ બાવળીયા જન્મ દિવસ છે. તેઓ સાચો રાહ ચિંધનાર અને કોળી સમાજના ભીષ્ટપિતામહ હ્રદય અને સમ્રાટ એવા કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા કોળી સમાજનું ધરેણું કોળી સમાજનો અડધી રાતનો હોકારો અને સર્વ સમાજના સુખ દુ:ખમાં સાથ આપનારા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના જન્મ દિવસ નીમીતે રકતદાન કેમ્પ અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમની જહેમત ઉઠાવી અને કાર્યને સફળ બનાવ્યું છે એવા સમાજના ઘડવૈયાઓ ડો. મનીષભાઇ બાવળીયા, ગુજરાત માંધાતા પ્રવકતા વિનોદભાઇ નાગાણી, ગુજરાત માંધાતા ગ્રુપ મહામંત્રી રેખાબેન સગારકા, સમાજના વડીલ અગ્રણી અને ભવનાથ જગ્યાના ટ્રસ્ટી વાધજીભાઇ મેવાસીયા, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન ભરતભાઇ ડાભી, ગુજરાત માંધાતા યુવા કાર્યકર મનોજભાઇ સોલંકી, ગુજરાત માંધાતા યુવા કાર્યકર મયુર નાગાણી, વિનોદભાઇ વાલાણી, દેવાભાઇ રાજપરા, મુકેશભાઇ મેર, રાજુભાઇ બાવરીયા, સરપંચ મનસુખભાઇ ઝાલા, પ્રો. વાલાણી, પ્રો. ડેકાણી અને સર્વ સમાજ અને કોળી સમાજના લોકોના સાથ અને સહકારથી આયોજન કરવામાં આવ્યું છે.