૨૫ યુનિટ બ્લડના લક્ષ્ય સામે ૪૫ યુનિટ બ્લડ મેળવી શકાયું
થેલેસેમીયાના દર્દીઓ, પ્રસુતિ તેમજ ઈમરજન્સી ઓપરેશન્સ સહિતની આવશ્યકતાઓ માટે રકતની સતત જરૂર પડતી હોય છે. જેથી સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનો ભંગ ન થાય તે પ્રકારે આયોજન કરી અલગ-અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ લોકડાઉન દરમિયાન રૂટિન બ્લડ ડોનેશનની પ્રવૃતિ બંધ હોવાથી આ આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સંસ્થામાં નોંધાયેલા દાતાઓ, વિવિધ સેવાભાવી-સામાજીક સંસ્થાઓ, મિત્ર મંડળોને ફોન કરી અલગ-અલગ ટાઈમ સ્લોટ ફાળવી સંક્રમણ ન થાય તે માટેની સાવધાનીઓ રાખીને આ આયોજન કરવામાં આવ્યું હતું.
આ આયોજનમાં મંદિરના પુજારી સુરેશબાપુ, મનજીભાઈ ટાંક, વનરાજભાઈ વરૂ, મહેન્દ્રભાઈ ધાખડા, મનિષભાઈ સોંડાગર, ધર્મેન્દ્રભાઈ કોટીલા, મહેશભાઈ વરૂ, રમેશભાઈ ધાંધિયા, દાસભાઈ મકવાણા, ધ્રુવભાઈ મહેતા, જેઠવા, સાગરભાઈ સરવૈયા, નિલેશભાઈ ગોહિલ, સમીરભાઈ કનોજીયા, દર્શન ભરતભાઈ, ઘનશ્યામભાઈ મશરૂ, કેતનભાઈ દવે વગેરેનો સહયોગ જોવા મળ્યો હતો.