રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બ્લડ ટ્રાન્સફયુઝન માટે આવતા દર્દીઓની હાલત ચિંતાજનક: વહીવટી તંત્ર સહિત રાજકીય અને સામાજિક આગેવાનો આગળ આવે
થેલેસેમિયાનો ભોગ બનેલ થેલેસેમિયા પીડિત બાળકોને મહિનામાં બે વાર નિયમિત રીતે બ્લડ ચડાવવું પડતું હોય છે. અને જો આવા બાળકોને જરૂરીયાતના સમયે રકત ન મળે તો બાળકોની વેદના અસહમય બની જાય છે. અને બાળકોનો જીવ જોખમમાં મુકાઇ જાય છે. પ્રવર્તમાન સમયમાં લોકડાઉન અને કરફયુ જેવી પરિસ્થિતિમાં રકતદાનનુ કેમ્પ થતા નથી. તમામ બ્લડ બેંકો અત્યંત મુશ્કેલી સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી થેલેસેમિક બાળકો બ્લડ ટ્રાન્સફયુઝન માટે રાજકોટ આવતા હોય છે અને આવા બાળકો સિવિલ હોસ્પિટલમાં બ્લડ ટ્રાન્સફયુઝ કરાવે છે. પરંતુ સિવિલ હાસ્પિટલમાં હાલના સંજોગોમાં બ્લડ ન હોવાને લીધે થેલેસેમિક બાળકોની હાલત સતત ચિંતાજનક બની ગઇ છે ત્યારે આવા કપરા સંજોગોમાં વહીવટી તંત્ર, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વિવિધ જ્ઞાતિઓ, વિવિધ એસોશીએશનો વિવિધ સોસાયટીઓ રકતદાન કેમ્પ કરવા આગળ આવે એ અત્યંત જરૂરી છે.
કોરોના વાઇરસને કારણે દરેક વ્યક્તિ કોઇને કોઇ મુશ્કેલી સહન કરી રહ્યું છે ત્યારે થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને તેની સૌથી વધુ અસર થઇ રહી છે. કોરોનાથી સ્થિતિ વધુ બગડે તે પહેલા બ્લડ બેંકોમાં લોહીને જથ્થો વધે તે માટે રકતદાતાઓને આગળ આવવા થેલેસેમિયા જનજાગૃતિના અભિયાન સમિતિના પ્રમેતા મુકેશ દોશી, અનુપમ દોશી, ઉપેન મોદી, સુનીલ વોરા, નલીન તન્ના અને હસુભાઇ રાચ્છ દ્વારા અપીલ કરવામાં આવી છે.
રકતદાન કેમ્પ કરવા ઇચ્છતી કોઇપણ સોસાયટી, મહોલા, એસોશીએશનો, જ્ઞાતિમંડળો, સ્વૈચ્છિક સંસ્થાઓ આ માટે મુકેશ દોશી ૯૮૨૫૦૭૭૭૨૫, અનુપમ દોશી ૯૪૨૮૨ ૩૩૭૯૬, ઉપેન મોદી ૯૮૨૪૦ ૪૩૧૪૩ ઉપર સંપર્ક કરી શકશે.
થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન દ્વારા આ માટેની એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી છે. તેમાં વિશાળ સંખ્યામાં જોડાવા ઇચ્છતા લોકો સંપર્ક કરી શકે છે. રકતદાન કેમ્પ કરવા ઇચ્છતી સંસ્થાઓ કે એસોશીએશનોને બ્લડ બેંક, મોબાઇલ બ્લડ બેંક સહિતની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવશે. થેલેસેમિયા જનજાગૃતિ અભિયાનની અપીલને માન આપતા સામાજિક આગેવાનો આગળ આવ્યા છે જેમા રાજકોટના સામાજિક યુવા અગ્રણી જયદીપ કાચા, સંદિપ જોશી તેમજ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ડાયરેકટર અશ્ર્વિનભાઇ કામદાર રકતદાન કમ્પ યોજવાની તત્પરતા બતાવી છે અને આવનારા ૩ દિવસમા રકતદાન કેમ્પ યોજાશે