બ્લોક-પ્રિન્ટેડ સ્કર્ટ કોલેજ-ગોઇંગ યુવતીઓ પર સારાં લાગી શકે છે. ફુલ લેંગ્ અવા ઓવરલેપિંગ પેટર્ન પસંદ કરવી. જોકે બ્લોક-પ્રિન્ટેડ સ્કર્ટ પસંદ કરનારો વર્ગ બહુ ઓછો છે. આમ તો બ્લોક-પ્રિન્ટેડ સ્કર્ટ કેઝ્યુઅલ લુક જ આપે છે, પરંતુ જો ઇન્ડો-વેસ્ટર્ન લુક જોઈતો હોય તો બ્લોક-પ્રિન્ટેડ સ્કર્ટ લેવું અને એના પર વાઇટ અવા બ્લેક કોલરવાળું શર્ટ લઈને એને ટક ઇન કરવું.
આ સો કમર પર બ્રોડ બેલ્ટ પહેરવો. હાઇ પોની અવા સોફ્ટ કર્લ લુક વાળમાં આપવો. પગમાં ફ્લેટ્સ પહેરવાં. આ લુક સો ઝોલા બેગ બહુ જ મસ્ત લાગે છે.
આ વર્ષના સમર કલેક્શનમાં તમે શર્ટ સો લોન્ગ સ્કર્ટની ખરીદી કરી શકો છો.
જેમાં ડાર્ક કલરના સ્કર્ટ સો લાઇટ કલરના શર્ટ પસંદ કરો.
આમ, જો તમે વર્કિંગ વુમન છો તો આ કપડાં તમે ઓફિસમાં પણ પહેરી શકો છો.
તેના માટે કોટન મટીરિયલ અને લાઈટ કલરની પસંદગી કરવી. સ્કર્ટ અને શર્ટના કોમ્બિનેશન સો અવસરને અનુરૂપ બેલ્ટ, નેકલેસ, ઇયરિંગ્સ તેમજ બ્રેસ્લેટ પહેરી અને તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકો છો.