- બાળકને મોબાઇલ આપવાની ટેવ જોખમી
- રાજ્યમાં એક વર્ષમાં 8000 કેસ નોંધાયા , 21% ત્રાંસી 25% વિઝન નબળું
- બાળક રડે કે જીદ પકડે તો માતા-પિતા તરત જ મોબાઇલ આપીને શાંત કરી દે છે અને બાળક પણ સમય પસાર થતાં તેનો આદી બનતો જાય છે
5ૠ જેવી ટેક્નોલોજીથી ભરેલા આ યુગમાં મોબાઈલ આપણા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. આ જ ઘણી બાબતોને લઈને લોકો મોબાઈલ પર નિર્ભર થઈ રહ્યા છે. ખાસ વાત એ છે કે બાળકોમાં તેની ઉપયોગિતા સતત વધી રહી છે. બાળકો મનોરંજન માટે ઘણા કલાકો સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે. તેમની આ ટેવ સ્વાસ્થ્યનેે આડઅસર ટેકનોલોજીના વર્તમાન યુગમાં મોબાઇલ એ અનિવાર્ય અનિષ્ટ બની ગયું છે. મોબાઇલના વધુ પડતા ઉપયોગથી બાળકોની આંખમાં વિવિધ પ્રકારની તકલીફો થાય છે. મોબાઈલ સ્ક્રીનમાંથી નીકળતી બ્લુ લાઈટ આંખો માટે હાનિકારક છે. જ્યારે બાળકો લાંબા સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરે છે. ત્યારે તેઓ સતત સ્ક્રીન તરફ જોતા રહે છે. જેના કારણે આંખો પલકાવવાનો દર ઓછો થાય છે. આંખ પલકાવવાથી આંખો ભીની રહે છે. પરંતુ, જ્યારે આ પ્રક્રિયા ધીમી પડી જાય છે, ત્યારે આંખો સુકાઈ જાય છે. આને ’ડ્રાય આઇ સિન્ડ્રોમ’ કહેવાય છે.જેમાં આંખો ત્રાંસી થવી, વિઝન નબળું પડવું, ચિડિયાપણું, આંખો ડ્રાય થઇ જવી, આંખોમાં લાલાશ અને પોઝિટિવ નંબર આવવાના કિસ્સા પણ જેટ ગતિએ જ વધી રહ્યાં છે. તજજ્ઞોએ આપેલા આંકડા મુજબ રાજ્યમાં આંખો ત્રાસી થઇ જવાના 21 ટકા કેસ આવે છે જયારે વિઝન નબળું પડવાના 25 ટકાથી વધુ કેસ આવતા હોય છે હાલના સમયમાં બાળક રડે કે જીદ પકડે તો માતા-પિતા તરત જ મોબાઇલ આપીને શાંત કરી દે છે. અને બાળક પણ સમય પસાર થતાં તેનો આદી થઇ જતો હોય છે અને આખરે આંખોની કોઇ પણ સમસ્યામાં સપડાઇ જાય છે. મોબાઇલ ફોનના ઉપયોગ ટાણે બાળકો કે કોઇપણ વ્યક્તિ એકી ટશે તેને જોતો હોય છે અને આંખોના પલકારા પણ મારતો નથી. પરિણામે આંખો પર વધુ પડતો સ્ટ્રેસ આવે છે. જેના કારણે શરુમાં માથાના દુખાવાની સાથે ડ્રાય થવાની સમસ્યા પણ થાય છે,હાલના સમયમાં બાળક રડે કે જીદ પકડે તો માતા-પિતા તરત જ મોબાઇલ આપીને શાંત કરી દે છે. અને બાળક પણ સમય પસાર થતાં તેનો આદી થઇ જતો હોય છે અને આખરે આંખોની કોઇ પણ સમસ્યામાં સપડાઇ જાય છે. મોબાઇલ ફોનના ઉપયોગ ટાણે બાળકો કે કોઇપણ વ્યક્તિ એકી ટશે તેને જોતો હોય છે અને આંખોના પલકારા પણ મારતો નથી. પરિણામે આંખો પર વધુ પડતો સ્ટ્રેસ આવે છે. જેના કારણે શરુમાં માથાના દુખાવાની સાથે ડ્રાય થવાની સમસ્યા પણ થાય છે. મોબાઇલ ફોન અને અન્ય ડિજિટલ ઉપકરણોની સ્ક્રીન પર લાંબા સમય સુધી ધ્યાન કેન્દ્રિત કરવાથી આંખો પર દબાણ આવે છે. આ દબાણ આંખના સ્નાયુઓને નબળા પાડી શકે છે, જેના કારણે આંખો ત્રાસી થઈ શકે છે.જયારે બાળકોમાં વધુ ઉપયોગના કારણે આખોમાં નંબર હોવા છતાં તે જણાવી શકતો નથી અને તેના કારણે આંખો ખેંચીને મોબાઇલનો ઉપયોગ કરતાં આંખો ત્રાસી થવા સહિતની સમસ્યા પણ વધતી હોય છે.
આંખોને થતું નુકસાન રોકવા શું કરવું ?
- દર 20 મિનિટે, 20 સેક્ધડ માટે 20 ફૂટ દૂર જુઓ અને આંખને આરામ આપો, સ્ક્રીન સમય મર્યાદિત રાખો
- 2 વર્ષથી ઓછા બાળકો: શક્ય તેટલું ઓછું સ્ક્રીન એક્સપોઝર
- 2-5 વર્ષના બાળકો: મહત્તમ 1 કલાક/દિવસ, માતાપિતાની દેખરેખ માં
- 6+ વર્ષના બાળકો: આઉટડોર એક્ટિવિટી સાથે સંતુલિત સમય માટે સ્ક્રીન ટાઈમ આપી શકાય.
- દરરોજ ઓછામાં ઓછા 2 કલાક આઉટડોર એક્ટિવિટીઝ માયોપિયા ઘટાડવા માટે જરૂરી છે
- એન્ટી-ગ્લેર સ્ક્રીન અને બ્લૂ લાઇટ ફિલ્ટર્સ નો ઉપયોગ કરો.મોબાઇલ કે ટેબલેટને ઓછામાં ઓછું 18-24 ઇંચ દૂર રાખીને જ ઉપયોગ કરો
નિયમો બનાવો અને તેનું પાલન કરો
ઘરમાં “નો ફોન ઝોન” બનાવો, જેમ કે ભોજન સમયે અથવા બેડરૂમમાં. સૂવાના સમયના ઓછામાં ઓછા એક કલાક પહેલાં મોબાઇલ ફોનનો ઉપયોગ બંધ કરાવો. હોમવર્ક કરતી વખતે કે અભ્યાસ કરતી વખતે મોબાઇલ ફોન દૂર રાખો. પરિવારના સભ્યો સાથે વાતચીત કરતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ટાળો.બાળકોને વૈકલ્પિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખો તેમને રમવા માટે બહાર મોકલો. પુસ્તકો વાંચવા માટે પ્રોત્સાહિત કરો.તેમની રુચિ અનુસાર શોખ વિકસાવવામાં મદદ કરો, જેમ કે ચિત્રકામ, સંગીત, નૃત્ય વગેરે પરિવાર સાથે સમય વિતાવો, રમતો રમો અને વાતો કરો.તમારી વાત તદ્દન સાચી છે. આજકાલ માત્ર બાળકો જ નહીં, પરંતુ માતા-પિતા પણ મોબાઇલ ફોનમાં ખૂબ જ વ્યસ્ત રહે છે. આ એક ચિંતાજનક બાબત છે કારણ કે તેના ઘણા નકારાત્મક પરિણામો આવી શકે છે.
બાળકો માતા પિતાનું જ દર્પણ
આજે માતા-પિતા ઓફિસના કામકાજને ઘરે પણ ચાલુ રાખે છે અને તેના માટે તેમને ફોનનો ઉપયોગ કરવો પડે છે. જ્યારે માતા-પિતા ફોનમાં વ્યસ્ત હોય છે, ત્યારે તેઓ બાળકોને પૂરતો સમય આપી શકતા નથી. બાળકો માતા-પિતાનું અનુકરણ કરે છે. જો તેઓ માતા-પિતાને આખો દિવસ ફોનમાં જોશે, તો તેઓ પણ નાની ઉંમરે જ ફોનના વ્યસની બની શકે છે.ફોનમાં વ્યસ્ત રહેવાના કારણે માતા-પિતા બાળકોની પ્રવૃત્તિઓ પર યોગ્ય ધ્યાન આપી શકતા નથી, જેનાથી બાળકોની સુરક્ષા જોખમાઈ શકે છે. સતત ફોનનો ઉપયોગ માતા-પિતા અને બાળકો બંનેના માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેનાથી તણાવ, ચિંતા અને ઊંઘની સમસ્યાઓ થઈ શકે છે.આ પરિસ્થિતિને બદલવા માટે માતા-પિતાએ સભાનપણે પ્રયત્નો કરવાની જરૂર છે. ફોનના ઉપયોગ માટે ચોક્કસ સમય નક્કી કરવો, બાળકો સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવો અને તેમને અન્ય પ્રવૃત્તિઓમાં સામેલ કરવા જેવા પગલાં લેવા જરૂરી છે. યાદ રાખો કે બાળકોને સૌથી વધુ તમારા સમય અને ધ્યાન ની જરૂર હોય છે. આખો દિવસ મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહેશે તો બાળકો પણ તેનું અનુકરણ કરશે. તેથી, માતા પિતા એ પણ મોબાઇલ ફોનનો ઉપયોગ મર્યાદિત કરવો પડશે.