નિમાવત સિમિત ૮૮ ટકા સાથે કોલેજમાં ફર્સ્ટ અને સૌ.યુનિ.માં સતત બીજી વખત ટોપ ક્રમાંકે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંલગ્ન વેલનોન કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ દ્વારા ચલાવવામાં આવતા બી.સી.એ.નાં અભ્યાસક્રમનાં તાજેતરમાં જાહેર થયેલ યુનિવર્સિટીના પરિણામમાં શ્રેષ્ઠ પરીણામોની હારમાળા સર્જવા ટેવાયેલી સંસ્થાની સફળતામાં વધારો થયો છે.
બી.સી.એ. સેમ-૨નાં યુનિવર્સિટીનાં પરીણામમાં છાત્રોએ મેદાન માર્યું જેમાં કોલેજનાં વિદ્યાર્થી નિમાવત સિમિત ૮૮.૮૦ ટકા સાથે કોલેજમાં પ્રથમ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સતત બીજી વખત ટોપ ક્રમાંક સાથે ઉર્તિણ થયેલ છે તે બદલ સમગ્ર વેલનોન કોલેજ અને તેના પ્રિન્સીપાલ હિતેષ જોશી, એચ.ઓ.ડી ગૌરવ નિમાવત અને સંસ્થાના પ્રોફેસરો ભાવેશ, ચોલેરા, સાગર, વાડોદરિયા, ચાંદનીબેને નિમાવત સમિતિને અને તેના પરિવારને અને બધા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા છે.
આ ઉપરાંત બીસીએ સેમ-૨માં ટોપર્સ વિદ્યાર્થીઓમાં જોટાંગીયા ભકિત ૮૫.૬૭ ટકા સાથે યુનિવર્સિટીમાં ૯ ક્રમાંક, ગોંડલિયા ભકિત ૮૪.૫૦ ટકા સાથે યુનિવર્સિટીમાં ૧૧ ક્રમાંક, મહેતા માધવી ૮૪.૩૩ ટકા સાથે યુનિવર્સિટીમાં ૧૧ ક્રમાંક, જડિયા પ્રણાલી ૭૮.૧૭ ટકા સાથે કોલેજમાં ૫મો ક્રમાંક મેળવ્યો છે.
સંસ્થાના એચઓડીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, શ્રેષ્ઠ શિક્ષણ એ એકમાત્ર અમારું ધ્યેય છે અને ધૈર્ય પૂર્વકની મહેનત થકી મળ્યું આ સફળતાનું ગૌરવ અને જો તમે કોઈપણ કાર્ય પ્રામાણિક પ્રયત્ન સાથે કરો છો તો તમને સંપૂર્ણ સફળતા મળશે જ.