Abtak Media Google News
  • તબીબે ઘટના દબાવવા રૂ.25 હજારની લાલચ આપ્યાના આક્ષેપ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગ સૌથી વધુ મોતિયાના ઑપરેશન અને આંખની ઓપીડીમાં પ્રથમ નંબરે આવે છે પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર ભૂલોના બનાવ પણ વારંવાર ઘટતા હોય છે..ત્યારે સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદના ચોપડે ચડી છે.ત્યારે આંખ વિભાગમાં મોતિયાની સારવાર કરવા આવેલા ખોડીયાર પરાના દર્દીએ ઑપરેશન કરાવ્યા પછી આંખમાં દેખાતું બંધ થયાની ફરિયાદ કરી હતી.ત્યારે ઓપરેશન વખતે થયેલી કોમ્પલીકેશ નો ઢાંક પિછોડો કરવા તબીબે પ્રયત્ન કર્યા હતા પરંતુ દર્દીના પરિવારજનો ઉગ્ર રજૂઆતો કરતા આ ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો.પરિવારજનોને રૂ.25 હજાર આપી વાત દબાવવાનો પણ પ્રયત્ન કર્યા હોવાની વાતો ફેલાઈ છે. આ મામલો સિવિલ અધિક્ષક સુધી પહોંચતા કાયદેસરની તપાસ હાથ ધરી યોગ્ય પગલાં ભરવાની ખાતરી આપી છે અને આ ઘટનાને તેમણે નજીવી કોમપ્લીકેશન હોવાની વાત કરી હતી.હજારે એકાદ કેસ આવા બનતા હોવાની વાત હતી.

રાજકોટના આજી વસાહત પાસે આવેલ ખોડિયારપરામાં રહેતા માણસુરભાઈ ભુરાભાઈ મકવાણા ગત મંગળવારે સિવીલ હોસ્પિટલમાં આંખની તપાસ માટે જેની આંખ તપાસ બાદ તબીબે  મોતિયો હોવાથી ઓપરેશન કરવાની સલાહ આપી હતી. આથી બીજા દિવસે ઓપરેશન કરવામાં આવ્યું હતું.

ઓપરેશન થઈ ગયા બાદ રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું બીજા દિવસે સવારે માણસુરભાઈની આંખના જ પાટા ખોલવામાં આવતા તેમને આંખમાં દેખાતું બંધ થઈ ગયાની ફરિયાદ પરિવારજનોને કરવામાં આવી હતી. આથી પરિવારજનો હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તબીબને જાણ કરવામાં આવતા હોસ્પિટલનો સ્ટાફે માણસુરભાઈને ફરીથી ચેક કર્યા હતા.માણસુરભાઈએ જણાવ્યું હતું કે, ઓપરેશન થયા બાદ કંઈક ગોટાળો થયો હોવાની શંકા જતા અમે શહેરની ખાનગી હોસ્પિટલમાં નિદાન કરાવ્યું હતું. જેમાં દ્રષ્ટિ પાછી આવવાની વાત નકારતા પરિવારજનો ચિંતામા મુકાયા હતા. આથી પરિવારજનો સિવિલ હોસ્પિટલમાં તબીબની ફરી મુલાકાતે ગયા હતા જ્યાં તબીબે , કોમપ્લીકેશન છુપાવવા માટે હોસ્પિટલના તબીબ અને સ્ટાફે અમને એકલા મળવા બોલાવ્યા હતા. અને  ઓપરેશન દરમિયાન દર્દીની આંખમાં મોતિયો પડદા પાછળ જતો રહ્યો હોવાથી દર્દીને દેખાવાનું બંધ થઈ ગયું હોવાની વાત કરી હતી. આથી આ ઓપરેશન ફરીથી રાજકોટ થઈ શકે તેમ ન હોવાથી અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં જવા માટે ચીઠ્ઠી લખી આપવામાં આવી હતી. એટલું જ નહી આ મામલો દબાવવા માટે હોસ્પિટલના તબીબે 25000 હજાર રૂપિયા આપવાની ઓફર પણ કરી હોવાના આક્ષેપો પરીવજનોએ કર્યા હતા. જે આક્ષેપોનો  તબીબે ઇનકાર કર્યો છે.

ઇન્કવાયરીનો ધમધમાટ, જરૂર જણાશે તો કમિટીનું ગઠન કરાશે: આર.એસ.ત્રિવેદી

આ કોમપ્લીકેશન બાબતે અબતક મીડિયા પ્રતિનિધિએ સિવિલ અધિક્ષક આર.એસ.ત્રિવેદી સાથે  ટેલીફોનીક વાત કરી હતી જેમાં તેમણે હજારે એકાદ કિસ્સો આવો બનતો હોવાની વાત કરી આ બાબતને સામાન્ય કોમપ્લીકેશન ગણાવી આ ભૂલનો ઈલાજ હોવાની વાત કરી હતી..વધુમાં સિવિલ હોસ્પિટલના અધિક્ષક દર્દી ફરી સાજા થઈ જાય તે માટે સિવિલના તબીબને સાથે રાખી દર્દી માણસુરભાઈને અમદાવાદની એમ.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ થર્મોલોજીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હોવાની વાત કરી છે.વધુમાં સિવિલ અધિક્ષકને આંખ વિભાગના હેડ ડો.કમલ ડોડીયા પાસેથી લેખિતમાં જવાબ માંગ્યો છે.જો આ કોમપ્લીકેશન માં તબીબની કોઈ બેદરકારી હશે તો તપાસ કમિટી રચી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.