- સ્વચ્છતા અને સ્વસ્થ્ય જીવન મંત્ર બને તેવા પ્રયાસો: વડાપ્રધાન
- નાની-મોટી ગાડી ગમે તે હોય તેમાં પાર્ટ્સ રાજકોટના જ હોય છે
ગરીબોને પડતી મુશ્કેલી મારે ચોપડે નથી વાંચવી પડી કે ટીવીના પડદા પર નથી જોવી પડી, ગુજરાતની માતાઓને કહેવા માંગુ છું કે દિલ્હીમાં તમારો દિકરો બેઠો છે, પૈસાના અભાવે સારવાર નહિં અટકે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે આટકોટ ખાતે હોસ્પિટલનો લોકાર્પણ કર્યા બાદ જંગી મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે જનતાના આશિર્વાદ જ મારી માટે સૌથી મોટી મૂડી અને મારી શક્તિ છે. છેલ્લા આઠ વર્ષથી ઇમાનદારી પૂર્વક રાષ્ટ્રની સેવા કરી રહ્યો છું. આઠ વર્ષમાં બાપુ અને પટેલના સપનાનું ઇમાનદાર પ્રયાસો કર્યાં છે.
દલીત, ગરીબ, પીડિત અને આદિવાસી સમાજને શક્તિશાળી બનાવવા માટેના ભરપૂર પ્રયાસો કરવામાં આવ્યા છે. સ્વદેશી સમાધાનને સમર્થન આપવામાં આવ્યું છે. 3 કરોડથી અધિક પરિવારોને પાકા મકાનો આપવામાં આવ્યા છે. જ્યારે 10 કરોડ પરિવારોને ખૂલ્લામાંથી શૌચક્રિયામાંથી મુક્ત કરાવ્યા છે. 9 કરોડ બહેનોને ચૂલ્લા સળગાવતી વેળાએ જે ધુમાડોનો ત્રાસ હતો, તેમાંથી મુક્તિ આપવામાં આવી છે.6 કરોડ લોકોને નલ સે જલ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે અને 50 કરોડથી પણ વધુ લોકોને આયુષ્યમાન ભારત યોજનામાં સમાવી લેવામાં આવ્યા છે. 100 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટી મહામારી કોરોનામાં પણ લોકોને કોઇ તકલીફ ન પડે તેવું આયોજન કરવામાં આવ્યું છે. ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ સુવિધા મફ્ત કરવામાં આવી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે બધાને વેક્સિન પણ મફ્તમાં આપી દેવામાં આવી છે.
આ માત્ર આંકડાઓ નથી, ગરીબી દૂર કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરીનું પ્રમાણપત્ર છે. ગરીબોની સરકાર એવું કામ કરી રહી છે તે આજે આખું વિશ્ર્વ જોઇ રહ્યું છે. સુવિધાઓ શતપ્રતિસત નાગરિકો સુધી પહોંચે તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે હક્કદાર હશે તેને હક્ક મળશે. નાગરિકો સુધી સુવિધાઓ પહોંચાડવાનો લક્ષ્યાંક પૂરો થશે તો આપોઆપ ભ્રષ્ટાચાર નાબૂદ થશે અને ભાઇ-ભત્રીજાવાદ અને જાતિવાદનો આપોઆપ અંત આવી જશે. રાજ્ય સરકારોને પણ આ કામ માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. ગરીબ અને મધ્યમવર્ગની જનતાનો જીવન આસાન બને તે માટેના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
હોસ્પિટલના નિર્માણ બદલ ડો.ભરત બોઘરા અને દાતાઓને વડાપ્રધાને પાઠવ્યા અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે સવારે આટકોટ ખાતે માતૃશ્રી કે.ડી.પરવાડિયા હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ જંગી સભાને સંબોધતા તેઓએ જણાવ્યું હતું કે આજે જ્યારે આટકોટમાં મેં હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ હોસ્પિટલની અલગ-અલગ વિભાગોની મુલાકાત લીધી ત્યારે મને ટ્રસ્ટીઓને મળવાનો અવસર પ્રાપ્ત થયો હતો. હોસ્પિટલનું નિર્માણ કરવા બદલ હું ડો.ભરતભાઇ બોઘરા અને તમામ દાતાઓને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. સાથોસાથ આવા દાતાઓને જન્મ આપનાર માતાઓને પણ તેઓએ વંદન કર્યા હતા.
સાથોસાથ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આજે જ્યારે મેં હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે મને ટ્રસ્ટીઓએ એવું કહ્યું હતું કે તમે પાછું વાળીને જોતા નહીં કારણ કે આ હોસ્પિટલમાં આવનાર કોઇ દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ કે પૈસા નહીં હોય તો પણ તે ક્યારેય સારવાર લીધા વિના પરત ફરશે નહીં. આવા વિચારો માટે ભરતભાઇ બોઘરા અને તેમની ટીમને જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. તેઓ અન્ય સમાજ માટે પણ એક પ્રેરણારૂપ બન્યા છે. કોઇપણ કારખાનાનું ઉદ્ઘાટન, પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન, રેલવેના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવે ત્યારે તેઓને વિકાસ માટેની શુભેચ્છા પાઠવવામાં આવતી હોય છે. પરંતુ એક હોસ્પિટલના ઉદ્ઘાટન વેળાએ એમ તો ન કહેવાય કે હોસ્પિટલ કાયમી ભરેલી રહે. હોસ્પિટલ ખાલી રહે તેવી હું શુભેચ્છા પાઠવું છું. અહીં કોઇએ આવવું ન પડે જો કોઇ વિકટ પરિસ્થિતીમાં આવવાનું થાય તો તે પહેલા કરતા વધુ તંદુરસ્ત બની ઘેર પરત ફરે.
- રાજ્યના દરેક જિલ્લામાં બનશે મેડિકલ કોલેજ: મુખ્યમંત્રી
- નરેન્દ્રભાઈ મોદીના આઠ વર્ષના કાર્યકાળમાં દેશવાસીઓએ સુશાસનનો અનુભવ કર્યો છે: ભુપેન્દ્રભાઈ પટેલ
જસદણના આટકોટ ખાતે શ્રી કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા અને અભિવાદન ઝીલવા માટે સમગ્ર પંથકના તમામ વર્ગના લોકોની જિંદગી મેદની ઉમટી પડી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ તકે જણાવ્યું હતું કે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા દેશભરના જન આરોગ્યની સુવિધા આપવા બદલ વડા પ્રધાનનો આભાર તેઓએ ઉમેર્યું હતું કે આટકોટમાં આજે જ ઉત્સવનો માહોલ છે.સુશાસન ગુડ ગવર્નન્સ અને લોકોની ખેવના કરતી સરકાર દેશ અને ગુજરાત રાજ્યના એક વ્યક્તિની ખેવના કરનારી સરકાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના સફળ આઠ વર્ષમા લોકોએ ખરા અર્થમાં સુશાસનનો અનુભવ કર્યો છે એક જમાનો હતો કે ગુજરાતમાં વાળુ ટાણે વીજળી ન હોય ઉનાળામાં પાણી ન હોય શાસ્ત્રી સેવા માટે ગરીબ અને મધ્યમ વર્ગ અને ગરજ કર્યા વગર કોઈ છૂટકો ન હતો પરંતુ નરેન્દ્ર ભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે મા અમૃતમ કાર્ડ યોજના વિવિધ યોજના બનાવી કરોડો લોકોની આરોગ્ય જાળવણી ની બાહેધરી ઊભી કરી પ્રધાનમંત્રી જનધન યોજનામાં લોકોને સસ્તી દવાઓ આપી મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું કે દેશભરની આરોગ્ય સુવિધા દિવસે દિવસે ધન બનતી જાય છે ગુજરાતમાં પણ આરોગ્ય સુખાકારી માટે આંતરમાળખાકીય સુવિધાઓ અને સુદૃઢ બનાવવાનું અભિયાન ચાવી એક જમાનામાં ગુજરાતમાં એમબીબીએસની માત્ર 1375 બેઠકો હતી અત્યારે એમબીબીએસની 5700 અને બીજી બે હજાર બેઠકોનો ઉમેરો થયો છે નવી આઠ મેડિકલ કોલેજો નું નિર્માણ કરવામાં આવ્યું સરકારનું એવું આયોજન છે કે સમગ્ર રાજ્યના દરેક જિલ્લામાં એક મેડિકલ કોલેજ ઉભી કરવામાં આવશે.
માત્ર રાજકીય નહિ ભાજપે ખરા અર્થમાં લોકોના આરોગ્યની ચિંતા કરી છે: વિજયભાઈ રૂપાણી
પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણ પ્રંસગે હાજર રહેલા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, માત્ર રાજકીય જ નહિ પરંતુ ભાજપે ખરા અર્થમાં લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે સૌપ્રથમ કોરોનાને અટકાવ્યો હતો અને લોકો કોરોનાથી વધુ હેરાન ના થાય તેવા પરતા પ્રયત્નો કર્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટમાં એઇમ્સ બાદ હવે પરવાડીયા હોસ્પિટલનું નિર્માણ થયું છે જેથી યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. સૌરાષ્ટના લોકોને તાત્કાલિક સારવાર માટે હવે અમદાવાદ નહિ જવું પડે અહીં જ તમામ સુવિધા મળી રહેશે. આ માટે હું હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ,પ્રમુખ અને તમામ સ્ટાફને અભિનંદન પાઠવું છું.
હવે સૌરાષ્ટ્ર મેડિકલ ક્ષેત્રે હબ બન્યું: મનસુખભાઈ માંડવીયા
આજે આટકોટ ખાતે પરવાડીયા હોસ્પિટલના લોકાર્પણ પ્રંસગે આવેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, હવે સૌરાષ્ટ્ર મેડિકલ ક્ષેત્રે હબ બનવા જઈ રહ્યું છે. પહેલા એઇમ્સ અને હવે સૌરાષ્ટની સૌથી મોટી હોસ્પિટલ આટકોટ ખાતે ત્યાર થઇ છે ત્યારે આજુબાજુના પંથકના લોકોને રાજકોટ કે અમદાવાદ જવું નહિ પડે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર હમેશા ગરીબ દર્દીઓને વધુ ને વધુ લાભ મળે તે માટે તત્પર બની છે ત્યારે ભાજપ માત્ર રાજકીય જ નહિ સમાજની સેવામાં પણ હમેશા આગળ પડતું રહ્યું છે. પરવાડીયા હોસ્પિટલ લાખો લોકો માટે આશીર્વાદરૂપ બનશે.
આયુષ્માન કાર્ડ કે પૈસા ન હોય તો પણ આરોગ્ય મંદિરમાંથી સારવાર વિના કોઇ પાછું નહીં જાય: ડો.ભરત બોઘરા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા આજે આટકોટમાં નવનિર્મિત હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 40 કરોડના ખર્ચે 200 બેડની સુવિધા સાથે કાર્યરત થયેલી હોસ્પિટલ તમામ માટે આશીર્વાદરૂપ બની રહેશે.તેમ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરાએ જણાવી એવી જાહેરાત કરી હતી કે હોસ્પિટલ આવનાર વ્યક્તિ પાસે આયુષ્ય માન કાર્ડ ન હોય, પૈસા ન હોય તો પણ એક પણ દર્દી સારવાર વિના પાછો નહીં જાય. તેમણે જણાવ્યું હતું કે કોઈ પાસે આયુષ્ન કાર્ડ ન હોય તો તેમને અહીંથી કાઢી આપવામાં આવશે કાર્ડ કે પૈસા ન હોય તેવા દર્દીઓને વિનામૂલ્યે સારવાર કરવામાં આવશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો આભાર માની એવી ખાતરી આપી હતી કે આરોગ્ય મંદિરમાંથી સારવાર વગર કોઈને પાછા નહીં જવું પડે.
વડાપ્રધાન બન્યાં બાદ મોદી બીજી વખત જસદણ તાલુકામાં આવ્યા
વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્રભાઇ મોદી આજે બીજી વખત જસદણ તાલુકામાં આવ્યા છે. અગાઉ 2017 ની વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટણી પ્રચાર વખતે જસદણમાં વિછીયા રોડ ઉપર કાળાસર ગામના પાટીયા પાસેના મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ચૂંટણી સભા યોજાઈ હતી. જેના સાડા ચાર વર્ષ બાદ આજે બીજી વખત વડાપ્રધાન મોદી જસદણ તાલુકામાં આવ્યા છે. જો કે વડાપ્રધાન બન્યા બાદ મુખ્યમંત્રી તરીકે અગાઉ નરેન્દ્રભાઇ મોદી ચાર વખત જસદણ આવી ચૂક્યા છે.
‘સહકાર સે સમૃધ્ધી’ સંમેલનને સંબોધશે: નેનો યુરિયા પ્લાન્ટનું ઉદઘાટન કરશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાત પર છે. બપોરે 4 કલાકે, પ્રધાનમંત્રી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ’સહકાર સે સમૃદ્ધિ’ પર વિવિધ સહકારી સંસ્થાઓના નેતાઓના સેમિનારને સંબોધિત કરશે, જ્યાં તેઓ કલોલ ખાતે નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરશે.પ્રધાનમંત્રી ગાંધીનગરમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર સમગ્ર રાષ્ટ્ર માટે રોલ મોડલ રહ્યું છે. રાજ્યમાં સહકારી ક્ષેત્રમાં 84,000 થી વધુ મંડળીઓ છે.
આ મંડળીઓ સાથે લગભગ 231 લાખ સભ્યો સંકળાયેલા છે. રાજ્યમાં સહકારી ચળવળને વધુ મજબુત બનાવવાની દિશામાં વધુ એક પગલું તરીકે, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ’સહકાર સે સમૃદ્ધિ’ વિષય પર વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો સાથે સેમિનાર યોજાશે. સેમિનારમાં રાજ્યની વિવિધ સહકારી સંસ્થાઓના 7,000 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. પ્રધાનમંત્રી લગભગ 175 કરોડ રૂપિયાના ખર્ચે કલોલ ખાતે ઈફ્કો નિર્મિત નેનો યુરિયા (લિક્વિડ) પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરશે.
નેનો યુરિયાના ઉપયોગ દ્વારા પાકની ઉપજમાં વધારાને ધ્યાનમાં રાખીને અલ્ટ્રામોર્ડન નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટની સ્થાપના કરવામાં આવી છે. પ્લાન્ટ દરરોજ 500 મિલીલીટરની લગભગ 1.5 લાખ બોટલનું ઉત્પાદન કરશે. રાજકોટના આટકોટમાં પ્રધાનમંત્રીમાતુ કે.ડી.પી. મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલ, જેની મુલાકાત પ્રધાનમંત્રીશ્રી દ્વારા લેવામાં આવી રહી છે, તેનું સંચાલન શ્રી પટેલ સેવા સમાજ દ્વારા કરવામાં આવે છે. તે ઉચ્ચતમ તબીબી સાધનો ઉપલબ્ધ કરાવશે અને પ્રદેશના લોકોને વિશ્વ કક્ષાની આરોગ્ય સંભાળ સુવિધાઓ પૂરી પાડશે. આ મુલાકાત પછી પ્રધાનમંત્રી જાહેર સમારોહમાં સંબોધન કરશે.