વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આજે ૬૯મો જન્મદિન
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પ્રથમવાર પૂર્ણ કક્ષાએ ૧૩૮.૬૮ મીટર સુધી ભરાતા ૧૦૧ વિદ્વાન ભુદેવોના વેદો-મંત્રોચ્ચાર સાથે માં નર્મદાને નાળીયેર અને ચૂંદડી અર્પણ કરી વડાપ્રધાને કર્યા વધામણા: મહાઆરતી
૬૯માં જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ વહેલી સવારે માતા હિરાબાના આશિર્વાદ લીધા: કેવડીયા ખાતે વિવિધ પ્રોજેકટનું નિરીક્ષણ, દત્ત મંદિરે પૂજા-અર્ચના, ચિલ્ડ્રન અને ન્યુટ્રીશન પાર્કની મુલાકાત બાદ જાહેરસભા સંબોધી
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પ્રથમવાર પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટરની ઐતિહાસિક સપાટી સુધી ભરાઈ જતા આજે રાજ્ય સરકાર દ્વારા નમામી દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જોગાનું જોગ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ પણ છે. વડાપ્રધાન આજે નમામી દેવી નર્મદે મહોત્સવમાં સામેલ થયા હતા. તેઓએ વહેલી સવારે માતા હિરાબાના આશિર્વાદ લીધા હતા અને ત્યારબાદ નર્મદા મૈયાની મહાઆરતી કરી વધામણા કર્યા હતા.
ગઈકાલે મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગુજરાતમાં આગમન થયું હતું. એરપોર્ટ ખાતે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને મંત્રી મંડળના અન્ય સભ્યોએ તેઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. રાત્રી રોકાણ રાજભવન ખાતે કર્યું હતું. આજે ૧૭મી સપ્ટેમ્બરે વડાપ્રધાનનો ૬૯મો જન્મદિવસ છે. વહેલી સવારે તેઓએ ગાંધીનગર ખાતે માતા હિરાબાના આશિર્વાદ લીધા હતા. ત્યારબાદ તેઓ હેલીકોપ્ટર મારફત ગાંધીનગરી કેવડીયા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાને વિવિધ પ્રોજેકટનું નિરીક્ષણ કર્યું હતું. અનેક વિઘ્નો અને પડકારો બાદ ૫૬ વર્ષે નર્મદા ડેમનું કામ પૂર્ણ થયું છે. દરવાજા મુકાયા બાદ પ્રથમ વખત નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ એટલે કે ૧૩૮.૬૮ મીટર સુધી ભરાઈ ગયો છે. આજે રાજ્ય સરકાર દ્વારા યોજાઈ રહેલા નમામી દેવી નર્મદે મહોત્સવમાં વડાપ્રધાન હોંશભેર સામેલ થયા હતા. નર્મદા ડેમનું કામ પૂર્ણ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જહેમત ઉઠાવી છે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ નર્મદા ડેમ માટે ઉપવાસ આંદોલન કર્યું હતું. કેન્દ્રમાં વારંવાર રજૂઆત અને માંગણી કરવા છતાં ડેમ પર દરવાજા મુકવાની કેન્દ્રની કોંગ્રેસ સરકારે મંજૂરી વર્ષો સુધી અટકાવી રાખી હતી. દરમિયાન તેઓ વડાપ્રધાન બન્યાના ૧૭મા દિવસે જ નર્મદા ડેમ પર દરવાજા મુકવાની મંજૂરી આપી દેવામાં આવી હતી. દરવાજાનું કામ ૨૦૧૭ પૂર્ણ યા બાદ આ વર્ષે મેઘરાજાની અનરાધાર કૃપા વરસ્તા ડેમ પૂર્ણ ક્ષમતાી ભરાઈ ગયો છે. આજે વહેલી સવારે નર્મદા નીરના વધામણા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કેવળીયા ખાતે આવી પહોંચ્યા હતા. તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને જંગલ સફારી, એકતા ગાર્ડન, વિશ્વ વનની મુલાકાત પણ લીધી હતી અને તેની કામગીરીની સમીક્ષા પણ કરી હતી. સવારે ૧૦ કલાકે ૧૦૧ વિદ્વાન ભૂદેવોના મંત્રોચ્ચાર સો વડાપ્રધાને નર્મદા મૈયાને નાળીયેર તથા ચૂંદડી અર્પણ કરી નર્મદાના નીરના વધામણા કર્યા હતા. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ પણ બન્યા હતા. સવારે ૧૦ થી ૧૧ કલાક દરમિયાન વડાપ્રધાન દત્ત મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ચિલ્ડ્રન પાર્ક અને ન્યુટ્રીશન પાર્કની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ૧૧ વાગ્યે એક જાહેરસભા સંબોધી હતી જેમાં તેણે નર્મદા મૈયાનું મહત્વ સમજાવ્યું હતું અને ૫૬ વર્ષે પૂર્ણ થયેલા નર્મદા ડેમના કામમાં કેટ કેટલી અડચણો અને પડકારોનો સામનો કરવો પડયો હતો તેનો ચિતાર લોકો સમક્ષ રજૂ કર્યો હતો.
નર્મદા ડેમ ૧૩૮.૬૮ મીટર સુધી ભરાઈ જતા ગુજરાતમાં આગામી બે વર્ષ માટે પીવાના પાણીની, સિંચાઈ અને વિજળીની સમસ્યા સંપૂર્ણપર્ણે હલ થઈ ગઈ છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતા આજે રાજ્યભરમાં નમામી દેવી નર્મદા મહોત્સવની ઉજવણી થઈ રહી છે જેમાં ગામે-ગામ અને નગરે-નગલે લોકમાતા નર્મદા નીરના વધામણા કરવામા આવ્યા હતા અને મહાઆરતી કરવામાં આવી હતી. સાથો સાથ નદીકાંઠા, ચેકડેમ, તળાવ જેવા જળોતની સફાઈ કરવામાં આવી હતી અને ગ્રીન ગુજરાતની કલ્પનાને સાકાર કરવા માટે વૃક્ષારોપણ પણ કરાયું હતું.
ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાનને પાઠવી જન્મદિનની શુભકામના
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે ૬૯મો જન્મદિવસ છે. તેઓ જન્મદિવસની ઉજવણી કરવા માટે તા નર્મદાના નીરની વધામણા માટે માદરે વતન ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વડાપ્રધાનને ટવીટર પર જન્મદિવસની શુભકામના પાઠવી હતી. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ નરેન્દ્રભાઈને જન્મદિવસની શુભકામના પાઠવી તેમના દિર્ધાયુ આયુષ્ય માટે પ્રભુને પ્રાર્થના કરી હતી. ભાજપ દ્વારા વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી સેવા સપ્તાહ તરીકે કરવામાં આવી રહી છે. આજે સવારી રાજ્યમાં અલગ અલગ સ્થળે વિવિધ સેવાકીય કાર્યોની ઉજવણી કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારના મંત્રીઓ, ભાજપના નેતાઓએ પણ વડાપ્રધાનને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.