કરૂણા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી બીમાર, ઘવાયેલા, અશકત વયોવૃઘ્ધ પશુ-પક્ષીઓની સ્થળ ઉપર વિનામૂલ્યે સારવાર કરતી એનીમલ હેલ્પલાઇન સેવારત છે. જેના દ્વારા અત્યાર સુધીમાં સવા ચાર લાખ જેટલા નીરાધર પશુ-પક્ષીઓને નિ:શુલ્ક સારવાર તેમજ જીવતદાનનો લાભ મળ્યો છે. ત્યારે હાલમાં જ જૈન શ્રેષ્ઠી ચંદ્રકાંતભાઇ શેઠ, ઋષભભાઇ શેઠના નિવાસસ્થાને પધારેલાગુજરાત રત્ન પુ. લોકેસમુનીજી તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે સેવારત આચાર્ય શ્રુતપજ્ઞજીએ કરુણા ફાઉન્ડેશન એનીમલ હેલ્પલાઇનની પ્રવૃતિઓની વિસ્તૃત માહીતી  જાણી અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી.

આ ત્રણેય સંતોએ આગામી દિવસોમાં સંસ્થા દ્વારા વૈશ્ર્વીક સ્તરે ગૌસેવા, જીવદયા, શાકાહાર, અભયદાન, જેવી પ્રવૃતિઓનો વ્યાપ્ત વધતો રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. આ તબકકે એનીમલ હેલ્પલાઇનના મિતલ ખેતાણી, રમેશભાઇ ઠકકર, પ્રતિક સંધાણી, એડવોકેટ કમલેશભાઇ શાહ તેમજ ચંદ્રકાંતભાઇ શેઠ, ઋષમભાઇ શેઠ, મયુરભાઇ શાહ, લાઇફ સંસ્થાના ચંદ્રકાંતભાઇ કોટીચા સહીતના ઉ૫સ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.