અમૃતમ કાર્ડ, મૉં વાત્સલ્ય યોજનાનો લાભ આવક થતા રેશનીંગના પુરાવા વગર મળી શકશે

હાઉસીંગ કમિટી ચેરમેન જયાબેન હરીભાઈ ડાંગર, પૂર્વ કોર્પોરેટર હરીભાઈ ડાંગરએ ગરીબો માટે આશિર્વાદ સમાન અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય યોજનાનો લાભ આવક તથા રેશનિંગના પુરાવા વગર પણ જરૂરિયાતોને મળી શકવાના રાજ્યની ગતિશીલ, નિર્ણાયક, પ્રગતિશીલ અને સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વાળી રાજ્યની સરકારના નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અમૃતમ (મા કાર્ડ) તથા મા વાત્સલ્ય યોજનાનો લાભ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો તથા પરિવારના સભ્યોને સારવાર માટે કરવામાં આવેલ છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાંથી સારામાં સારી સારવાર રૂ. ૫ લાખ સુધીની મર્યાદામાં વિનામુલ્યે આપવામાં આવે છે. ત્યારે હવે આ યોજનાનો લાભ હવેથી આવક તથા રેશનિંગના પુરાવા વિના પણ જરૂરિયાતમંદોને મળી શકશે. આ કાર્ડ કઢાવનારને ૬૦૦ થી વધારે ઉતમ પ્રકારની સારવાર વિનામુલ્યે આપવામાં આવશે.        

વધુમાં, આ યોજનાનો લાભ મેળવવા માટે પોતાની વર્હિક આવક રૂ.૨.૫ લાખ કે તેથી ઓછી  હોવાનો પુરાવો તથા રેશનકાર્ડનો પુરાવો આપવો પડતો હતો. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અનાથો, વૃધ્ધો, વિધવા, સાધુ-સંતો કે જેઓ આવકના કે રેશનિંગના પુરાવા રજુ કરવા અસમર્થ હોય તેના પ્રત્યે માનવીય અભિગમ દાખવી આ જરૂરીયાતમંદ લોકોને આ યોજનાઓ લાભ મળી રહે અને તેમને સારવાર મળી રહે તેવા નિર્ણય બદલ ફરીને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર વ્યક્ત કરેલ.    

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.