• ઇસ્કોન મંદિર આયોજીત રથયાત્રામાં હરે કૃષ્ણ મહામંત્ર અને જય જગન્નાથના નાદે શહેરીજનોને
  • ઝુમાવ્યા: પૂર્વ રાજયપાલ વજુભાઇ વાળા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ સહિતના રહ્યા હાજર

દર વર્ષે અષાઢી બીજે નગરજનોને દર્શન આપવા માટે ભગવાન જગન્નાથજી, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા. અનેક વિધ રાજમાર્ગો પર ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જય જય જગન્નાથજીના નારા સાથે ભાવિકો રથયાત્રામાં જોડાયા હતા. રાજકોટ મોકાજી સર્કલ પાસે આવેલ જગન્નાથજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેનો હજારો ભાવિ ભકતોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

  • ઇસ્કોન મંદિર રાજકોટ દ્વારા રાજકોટ શહેરમાં રથયાત્રા નીકળવામાં આવી હતી જેનો બાહોડા પ્રમાણમાં રાજકોટ વાસીઓએ લાભ લીધો હતો. જય જગન્નાથ સાથે રાજકોટના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા.

આ અંગે વધુ માહિતી આપતા ઇસ્કોન મંદિર રાજકોટ ના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજી જણાવે છે કે  છેલ્લા 24 વર્ષથી ઇસ્કોન મંદિર રાજકોટ ખાતે રથયાત્રાનું આયોજન કરે છે. આ વર્ષે પણ ખૂબ જ ધૂમધામ અને ઉત્સાહપૂર્વક રથયાત્રા કાઢવામાં આવી હતી . અમારા વિશાળ 20 ફૂટ લાંબા 14 ફૂટ પહોળા અને 20 ફૂટની ઊંચાઈ ધરાવતા રથને ફૂલોથી શણગારવામાં આવેલો હતો. રથમાં લાઈટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી રાતના ભાગે દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરી શકે. રથયાત્રા દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને એ હેતુથી સુરક્ષાનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. મહિલાઓ અને બાળકોની સુરક્ષાઓનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવેલું હતું અને અમારા સ્વયંસેવકો દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ મુશ્કેલી ન સર્જાય, ટ્રાફિકની સમસ્યા ન થાય એ હેતુથી વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.  અમારા સ્વયંસેવકો દ્વારા રસ્તામાં હર કોઈને પ્રસાદ મળી જાય તે હેતુથી અમે પહેલેથી બુંદી પ્રસાધનો પેકેટ બનાવીને લાવ્યા હતા અને રથયાત્રા દરમિયાન રાજમાર્ગો પર દરેક દર્શનાર્થીઓને અને શહેરીજનોને આ પ્રસાદના આશરે 5000 કિલો બુંદી ના પેકેટનું વિતરણ કરેલું હતું. રથયાત્રા બાદ મંદિરે સૌ કોઈ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા હતી સાંજે 7:00 વાગ્યાથી આ મહાપ્રસાદ સૌ કોઈ માટે શરૂ થઈ ગયો હતો અને આશરે 50,000 લોકોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો.

આ રથયાત્રા માં મુખ્ય અતિથિ તરીકે   કર્ણાટક ના પૂર્વ રાજ્યપાલ વજુ ભાઈ વાળા તેમજ ધારાસભ્ય ડો દર્શિતાબેન શાહ હાજર રહ્યા હતા. તદુપરાંત શહેરના વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો, સામાજિક કાર્યકરો તેમજ વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના આગેવાનો હાજર રહ્યા હતાં.

સ્વામિનારાયણ ગુરુકુળથી નીકળી રથયાત્રા

અષાઢી બીજના પાવન દિવસે દર વર્ષની પરંપરા મુજબ  સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટથી સાંજના 4 વાગ્યે  પરમ પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામી અને વડીલ સંતો , નારાયણદાસ સ્વામી,સંત વલ્લભ સ્વામી જ્ઞાનજીવનદાસજી સ્વામી, હરિપ્રિય સ્વામી વગેરે સંતોના હસ્તે રથયાત્રા નો પ્રસ્થાન કરવામાં આવ્યું. ગુરુકુલના સંસ્થાપક શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની 123મી જન્મ જયંતી અંતર્ગત ગુરુકુલમાં ભજન ભક્તિથી ઉજવણી કરવામાં આવી. મુખ્ય રથમાં જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજીને નગર વિચરણ માટે ગુરુકુલ થી ભક્તિનગર સર્કલ, શેઠ હાઈસ્કૂલ, બોલબાલા રોડ, ધર્મ ભક્તિ  ચોક, ત્રિશુલ ચોક, જલારામ ચોક વગેરે વિચરણ કરી ગુરુકુલ પરત આવી. આ રથયાત્રા નું આકર્ષણ એ હતું કે તે પ્રદૂષણ મુક્ત થીમ આધારિત હતી.  50 સાયકલ સવારો, 30 ઈ બાઇક, 20 ઇલેક્ટ્રિક કાર, 5 ઈલેક્ટ્રીક ટેકટર સાથે આગળ પાછળ કચરો સાફ કરવા વાળા વાહનો જોડાયા હતા. 1500 જેટલા વિદ્યાર્થીઓ, 500 હરિભક્તો અને 500 જેટલા મહિલા અને કિશોરીઓ આ યાત્રામાં જોડાયા હતા. મુખ્ય ચોકમાં ભક્તો  દ્વારા રથની આરતી ઉતારવામાં આવી હતી. રથયાત્રાના માર્ગમાં  ભક્તો દ્વારા પુષ્પથી વધામણી કરવામાં આવી હતી.

મેમનગર સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા જગન્નાથજીના વધામણા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ આપી હાજરી

મેમનગર સ્વામીનારાયણના સંકુલ દ્વારા પશ્ર્ચિમ વિસ્તારમાં નીકળેલ ભવ્ય રથયાત્રા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને બાલકૃષ્ણદાસજી સ્વામીએ પ્રસ્થાન કરાયુ. માધવિ5્રયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉ5સ્થિતિમાં મેમનગર સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા ભવ્ય 217મી રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં પ્રથમ જગન્નાથજી ભગવાનનો મુખ્ય રથ હતો. ત્યારબાદ સંતોનો રથ, હનુમાનજીનો રથ, ગણપતિનો રથ અને રાધાકૃષ્ણ ભગવાનો રથ તથા એસજીવીપી ગૌશાળાનો રથ હતો ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

જગન્નાથજીની રથયાત્રાનું શહેર ભાજપ દ્વારા ઉમકળાભેર સ્વાગત

અષાઢી બીજ એ 2થયાત્રાનું મંગલ પર્વ છે. દ2 વર્ષે આ દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલ2ામ અને બહેન સુભદ્રાની મુર્તિને ત્રણ ભવ્ય 2થમાં પધ2ાવી ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવે છે. 2થયાત્રામાં લાખોની જનમેદની ઉમટી પડે છે અને આ ત્રણેય 2થોને હજા2ો મનુષ્યો ભક્તિભાવથી ખેંચી અને ધન્યતા અનુભવે છે. ત્યા2ે 2ાજકોટ શહે2માં અષાઢી બીજ નિમિતે શ્રી જગન્નાથજી 2થયાત્રા સમિતિ દ્વા2ા આયોજીત 2થયાત્રામાં ભગવાની જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા ભાઈ બલ2ામજી અલૌકિક 2થમાં બિ2ાજમાન થઈ પ2ંપ2ાગત 2ાજકોટ મહાનગ2ના વિવિધ માર્ગો પ2 શહે2ીજનોને દર્શન આપવા નીકળતા હોય છે ત્યા2ે આ ભગવાન જગન્નાથજી 2થયાત્રાનું પુષ્ક2ધામ મંદિ2 સામે , પુષ્ક2ધામ મેઈન 2ોડ ખાતે શહે2 ભાજપ પ્રમુખ મુકેશ દોશીની આગેવાનીમાં શહે2 ભાજપ દ્વા2ા ભવ્ય સ્વાગત ક2વામાં આવ્યુ હતું. આ તકે શહે2 ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડા2ીયા, કેબીનેટમંત્રી ધા2ાસભ્ય ભાનુબેન બાબ2ીયા, ધા2ાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો. દર્શીતાબેન શાહ, પૂર્વ પ્રમુખ કમલેશભાઈ મી2ાણી, મેય2 નયનાબેન પેઢડીયા, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, વી2ેન્દ્રસિહ ઝાલા, વિક્રમ પુજા2ા, હ2ેશ જોષી સહીતના સાથે બહોળી સંખ્યામાં વિવિધ શ્રેણીના કાર્યર્ક્તાઓ ઉપસ્થિત 2હયા હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.