યુવાનો માટે ગરમ-ગરમ કુલ-કુલ…!
૨૭ ટકા યુવાનો ઠંડક અનુભવવા સીગારેટના કસ મારે છે
ડાયાબિટીસ, હાર્ટ, કિડનીની બિમારીથી નથી મરતા એટલા લોકો તમાકુ સેવનથી મરે છે
સૌરાષ્ટ્ર ગુજરાતમાં કાચી-૧૩૮નો કાળો કહેર… દશમાંથી આઠ માવાના બંધાણી
વિશ્ર્વમાં દર વર્ષે ૭૦ લાખ લોકો કેન્સરથી મરે છે
ગરમ… ગરમ…. કુલ…કુલ…
મગજ શાંત રાખવા હવે મોંઘીદાટ વિદેશી સીગારેટ પીવાનો ક્રેઝ
બીડી જલાઇ લે… જીગર એ ‘પીયા’… જીગરમે બડી આગ હૈ બોલીવુડ ફિલ્મ ઓમકારાનું આ ગીત સૌરાષ્ટ્રની નારીઓ માટે સહત શકિતનું પ્રતિક બન્યું છે. આજે WHO દ્વારા સમગ્ર વિશ્વમાં નો ટોબેકો ડે ની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે બાળકોથી લઇ વૃઘ્ધો સુધીમાં વધી રહેલું તમાકુનું બંધાણ ચિંતાજનક રીતે એટલે હદે આગળ વધી રહ્યું છે કે છેલ્લે વ્યસનની આ અગામાં પાયમાલ થઇ રહેલા પરિવારોમાં સ્ત્રીઓને સહન કરવું પડી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની નારીઓને માવા, સીગારેટ, બીડીનાં બંધાણીઓના કારણે સૌરાષ્ટ્રની નારીઓને ગોબરા-ગંધારા પતિદેવોને સહન કરવા સિવાય છુટકો નથી જમીની હકિકત જોઇએ તો વિશ્વમાં દર વર્ષે ૭૦ લાખ લોકો તમાકુને કારણે મોતને ભેટી રહ્યા છે. પાન-માવાના બંધાણને કારણે સૌરાષ્ટ્ર-કચ્છમાં દર વર્ષે ૪૦૦૦ લોકોને ગલાફા, મોં અને ગળા તેમજ ફેફસાના કેન્સર થઇ રહ્યા હોવાના ચોકાવનારા આંકડા સત્તાવાર અને સામે આવી રહ્યા છે.
યુવા પેઢીમાં સીગારેટ અને તમાકુનું વ્યસન ભારત જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં માટે ચિંતાનું કારણ બન્યું છે. કારણ કે સમગ્ર વિશ્વમાંદર વર્ષ હ્રદય રોગ, ડાયાબીટીઝ, કિડની, એઇડસ કે અન્ય બિમારીઓથી નથી મરતા એટલા લોકો બીડી, સીગારેટ અને તમાકુના સેવનને કારણે કેન્સરથી મરી રહ્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડા દર્શાવે છે કે વિશ્ર્વમાં દર વર્ષ ૭૦ લાખ લોકો તમાકુ-સિગારેટનાં વ્યસનને કારણે કેન્સરથી મૃત્યુ પામે છે. ભારતની વાત કરીએ તો દર વર્ષ દશ લાખ લોકો અને દરરોજ ૩૦૦૦ લોકો ધુમ્રપાનને કારણે મોતને ભેટી રહ્યા છે. ભારતમાં અત્યારે ૧ર કરોડથી વધુ લોકો તમાકુના વ્યસની છે. અને દેશમાં દર પાંચમાંથી એક મૃત્યુ તમાકુનાં કારણે થઇ રહ્યું હોવાનું સત્તવાર આંકડા જણાવી રહ્યા છે.
તમાકુ અને સીગારેટના વ્યસન પાછળની ધેલચ્છાને કારણે વ્યસની પોતે તો મોતની સજા મેળવી રહ્યો છે. પરંતુ તેની દુરોગામી અસરપે ઘર પરિવારને પણ બરબાદ કરી રહ્યો છે. કારણ કે ધુમ્રપાનને કારણે કેન્સરનું પ્રમાણ વધતા મોંધીદાટ સારવાર પાછળ પરિવારજનો આર્થિક અને શારીરિક રીતે પાયમાલ થઇ રહ્યા છે. અને એથી પણ આગળ સીગારેટનાં બંધાણીઓ પોતાના સ્વાસ્થ્યની સાથે અન્ય ઝેરી ઘૂંમાડો છોડી ર્નિવ્યસનીઓને પણ જાણતા- અજાણતા કેન્સર જેવી ગંભીર બિમારીનો શિકાર બનાવી રહ્યા છે.
વિશ્વમાં કેન્સરની સારવાર પાછળ ૨૬૮૦૦ અબજ પિયાનો તબીબી ખર્ચ થતો હોવાનું ડબલ્યુ એચઓના આંકડા જણાવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો આજે પ્રત્યેક પરિવારમાં એક કે એકથી વધુ લોકો પાન, માવા, સિગારેટ, અને બિડીની વ્યસની છે અને દર દશ માંથી ૭ થી ૮ લોકો તમાકુ ચાવવા કે ધુમ્રપાન કરતા હોવાથી મોં અને શરીરમાં દુર્ગંધ છોડી રહ્યા હોવા છતાં સૌરાષ્ટ્રની સન્નારીઓને મને કમને ગંધારા – ગોબારા પતિદેવીને સહન કર્યા વગર છુટકો જ નથી એવી પણ આશ્ચર્યની વાત તો એ છે કે તમાકુ-સીગારેટ ના કારણે કેન્સરની સાથે સાથે હ્રદય રોગ અને સ્ટ્રોકની બિમારીનું પ્રમાણ વધવાની સાથે પુષોમાં નપુસંકતાનું પ્રમાણ પણ ઉંચુ ગયું હોવા છતાં વ્યસનીઓ તમાકુ-સીગારેટની લત છોડવાનું નામ નથી લઇ રહ્યા.
બીજી તરફ આજની યુવા કોલેજીયન પેઢીમાં ફલેવર્ડ સિગારેટ, હુકો અને ખાસ કરીને વિદેશી સિગારેટ પીવાનો ક્રેઝ વઘ્યો છે. એક સર્વેક્ષણ મુજબ ભારતના ર૦ થી ૩પ વર્ષની વયના યુવાનો અને ૩પ થી ૫૦ વર્ષની વય જુથનાં મઘ્યમ વયના લોકોના સર્વમાં પ્રતિદિન પાંચ સીગારેટ પીતા હોવાનું બહાર આવ્યું છે જેમાના ર૩ ટકા યુવાનો તો ફકત સીન નાંખવા જ સીગારેટથી આનંદ મેળવતા હોવાનું કબલુ કરે છે. આજના સમયમાં યુવાનો ઠંડા-ઠંડા કુલ કુલને બદલે ગરમ… ગરમ… કુલ કુલ રહેવાનો શોખ પાળી રહ્યા છે. બજારમાં રૂ ૧૦ થી ર૦ કે રપ રૂ.મળતી ગરમ, બ્લેક અને અન્ય ફ્રુડ ફલેવર સીગારેટ પીનારાઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં હોવાનું સર્વમાં બહાર આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર ગુજરાતની વાત કરી એ તો અહી સિગારેટની તુલનાએ બીડી પીનારા બંધાણીઓનું પ્રમાણ વધુ છે અને એવી પણ વધુ બંધાણી કાચી-૧૩૮ ના માવા ખાઇ ખાઇને જાહેર સ્થળોને ગંદા કરવાની સાથે સાથે મોં અને ગલોફાનાં કેન્સરનો શિકાર બની રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છની સૌથી મોટી કેન્સર હોસ્પિટલ કોઠારી કેન્સર ચિકિત્સાભવના સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ આ એક જ હોસ્પિટલમાં દર વર્ષ ૬ હજાર કેન્સરના દર્દીઓ આવે છે. જે પૈકી ૪૦૦૦ દર્દીઓને ગળા મોં, ગલોફા અને સ્મોડીગના કારણે ફેફસાના કેન્સર હોવાનું જણાવે છે. એક સર્વેક્ષણ પ્રમાણે ૩૦ ટકા ભારતીય પુષો ધુમ્રપાન કરે છે જો કે વિશ્ર્વના અન્ય દેશોની તુલનાએ ભારતીય મહિલાઓમાં ધુમ્રપાન કરવાની આદતનું પ્રમાણ ફકત ૨.૯ ટકા જેટલું જ છે. સમગ્ર વિશ્વમાં ચીનમાં ધુમ્રપાનનું પ્રમાણ સૌથી ઉંચુ ૫૨.૧ ટકા પુષોમાં છે જયારે ગ્રીસમાં ૨૬.૫ ટકા મહીલાઓ ધુમ્રપાન કરતી હોવાનું આંકડા બતાવી રહ્યા છે. એ જ રીતે તુર્કી, રશિયા, અમેરીકા, લંડન બ્રાઝીલમાં પણ ધુમ્રપાનનું વ્યસનની માત્રા ઉંચી છે. જયારે ફ્રાન્સમાં ધુમ્રપાનનું પ્રમાણ નહિવત હોવાનું આંકડા જણાવી રહ્યા છે.