પાક.માં વસતા હિંદુ સમુદાયને સુરક્ષાની ખાતરી આપતા વડાપ્રધાન.
પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સ્થાનિક હિંદુઓને હોળીની શુભકામના પાઠવી હતી. પ્રસંગોચિત ઉદબોધનમાં શરીફે જણાવ્યું હતુ કે ધરાર ધર્માંતરણ તે ઈસ્લામમાં અપરાધ છે. પાકિસ્તાની કાનૂનમાં પણ મજબૂરીથી ધર્માંતરણને ગુનો ગણવામાં આવ્યો છે.
શરીફે આગળ જણાવ્યું હતુ કે કોણ સ્વર્ગમાં જશે કે કોણ નરકમાં જશે તે કોઈ નકકી કરી શકતુ નથી પરંતુ પાકિસ્તાનને જ‚ર સ્વર્ગ બનાવવું છે. તેમણે ફરી ફરીને લઘુમતીઓને ખાતરી આપી હતી કે પાકિસ્તાનમાં કોઈ જ હિંદુ સહિત લઘુમતી સમુદાયના લોકોને ધર્મ પરીવર્તન કરવા માટે કોઈ મજબૂર નહી કરી શકે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં ઘણા હિન્દુઓ વસે છે જે લઘુમતી સમુદાયમાં આવે છે. પાકિસ્તાનમાં મંદિરો પણ છે જયાં નિયમિત પૂજા આરતી થાય છે. વચ્ચે એવો મામલો ઉઠ્યો હતો કે હિંદુઓને ઈસ્લામ અંગીકાર કરવા મજબૂર કરાઈ રહ્યા છે.
પરંતુ તાજેતરમાં પાક વડાપ્રધાન નવાઝ શરીફે દુધનું દુધ અને પાણીનું પાણી કરી નાખ્યું હતુ તેમણે ધરાર ધર્માંતરણનાં કામને ઈસ્લામ અને પાકિસ્તાની કાનૂન મુજબ અપરાધ ગણાવ્યો છે. આ નાપાક હરકતમાં સામેલ અપરાધીને બક્ષવામાં નહી આવે તેના માટે પાક. કાનૂનમાં જેલ અને દંડની જોગવાઈ છે.