સિગારેટ તમારા શરીરને જ નહીં, મગજને પણ કટાવી નાખે છે એવું યુરોપના નિષ્ણાતોનું કહેવું છે. જો તમે પોતાને સ્માર્ટ, મોડર્ન કે હાઈ સોસાયટીના સ્ટાઈલ સ્ટેટમેન્ટને અનુરૂપ થઈ શકાય એ માટે સ્મોકિંગ કરતા હો તો તમારે તરત સિગારેટને તિલાંજલિ આપવી જોઈએ. સ્મોકિંગ છોડવાનું એક વધુ કારણ સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના રિસર્ચરોએ આપ્યું છે. તેમના કહેવા મુજબ સ્મોકિંગને કારણે કેમિકલ્સ ફેફસાં વાટે લોહીમાં ભળે છે અને એ મગજને પણ ડેમેજ કરે છે. સિગારેટના ધુમાડાથી મગજના કોષો ડેમેજ થાય છે જેનાથી વિચારવાની, આયોજન કરવાની, નિર્ણય લેવાની, સમસ્યા સુલઝાવવાની ક્ષમતા નબળી પડે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.