લોકલ ઓડિટ ફંડ દ્વારા ખુલાસો પુછાયો જવાબ માન્ય નહીં રહે તો રીકવરીનો ધોંસ

રાજકોટ મહાનગરપાલિકા જાણે ભ્રષ્ટાચારનો કિલ્લો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આવકમાં મર્યાદિત સાધનો હોવા છતાં તંત્ર ખર્ચ કરવામાં પાછીપાની કરતું નથી. મળવાપાત્ર ન હોય તેવા ૭૦૦ કર્મચારીઓને માસિક પેટ્રોલ અને મોબાઈલ એલાઉન્સ ચુકવ્યાનો ધડાકો સામે આવ્યો છે. લોકલ ઓડિટ ફંડ દ્વારા આ અંગે ખુલાસો પુછવામાં આવ્યો છે અને જવાબદાર અધિકારીઓનાં ખુલાસાની રાહ જોવાઈ રહી છે જો જવાબ માન્ય નહીં રહે તો જે કર્મચારીઓએ પેટ્રોલ કે મોબાઈલ એલાઉન્સ મેળવ્યું છે તેઓની પાસેથી રીકવરી પણ કરવામાં આવશે.મહાપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ અને ૨૦૧૭-૧૮માં ૭૦૦ જેટલા એવા કર્મચારીઓને પેટ્રોલ અને મોબાઈલ એલાઉન્સ ચુકવી દીધું છે કે જેઓ ખરેખર આ એલાઉન્સ મેળવવા માટે માન્યતા ધરાવતા ન હતા. તાજેતરમાં લોકલ ઓડિટ ફંડ દ્વારા કરાયેલા ઓડિટમાં આ ગફલો સામે આવતા જે-તે શાખાનાં અધિકારીઓને નોટીસ આપી ખુલાસો પુછવામાં આવ્યો છે તો જવાબ માન્ય નહીં રહે તો ત્રણ વર્ષ પહેલા જે કર્મચારીઓએ પેટ્રોલ અને મોબાઈલ એલાઉન્સ લીધા છે તેઓની પાસેથી કાયદાકિય રીતે રીકવરી કરવામાં આવશે.

ઓડિટનાં વાંકે ૩૦૦થી વધુ બિલોના પેમેન્ટ અટકયા

લોકડાઉન અને ચીફ ઓડિટરની કામગીરી પ્રજાનાં કારણે કોર્પોરેશનમાં ઓડિટનાં વાંકે ૩૦૦થી વધુ બિલોનાં પેમેન્ટ અટકી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં આ તમામ બિલોનાં નાણા ચુકવવા માટેની કાર્યવાહી શ‚કરવામાંઆવશે. ચીફ ઓડિટર રાજેન્દ્ર શાહે સર્જરી કરાવી હોવાનાં કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી રજા ઉપર હતા. આ ઉપરાંત બે મહિનાનાં લોકડાઉન પીરીયડમાં ઓડિટ ન થવાનાં કારણે ૩૦૦ જેટલા બિલોના પેમેન્ટ અટકી ગયા છે. હવે અનલોક-૧માં મહાપાલિકા કચેરીમાં ધમધમાટ શરૂ‚ થઈ ગયો છે ત્યારે તમામ બિલોનાં પેમેન્ટ માટે કાર્યવાહી શ‚રૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.