-
- ઈજાગ્રસ્તોને મોરબીમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
મોરબીના ઉમા રેસીડેન્સીમાં બ્લાસ્ટ થતાં 3 વર્ષીય માસુમ બાળકી સહીત કુલ 3 લોકો દાઝ્યા છે. જેમને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા બાદ રાજકોટ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઉમાં રેસીડેન્સીમાં રહેતા કાનજીભાઈ ગરચર નામના વ્યક્તિના ઘરે ગઈકાલે સવારે આશરે 9:40 વાગ્યાના સુમારે એક ભેદી વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે ઘરની અંદરની તમામ ઘરવખરી બળીને ખાખ થઇ ગઈ હતી જયારે દીવાલ અને છતમાં પણ નુકસાન થયું હતું. એટલું જ નહિ આજુબાજુના ઘરમાં પણ બ્લાસ્ટની અસર જોવા મળી છે.
મોરબીમાં રહેણાંક મકાનમાં ભેદી ધડાકો થયાના પ્રકરણમાં એફએસએલએ તપાસ આદરી છે. હાલની દ્રષ્ટિએ ગેસ લિકેજથી બ્લાસ્ટ થયાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. ગેસના બાટલામાં અંદાજે 5 કિલો ગેસ ઓછો થયો છે. બીજી તરફ બાટલો લીકેજ ન મળ્યો એટલે સ્ટવમાંથી, ગેસ ગીઝરમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી ગેસ લીકેજ થયો હોવાની શંકા સેવાઈ રહી છે.
મોરબીના દલવાડી સર્કલ નજીક આવેલ ઉમા રેસિડેન્સીમાં એક મકાનમાં ભેદી વિસ્ફોટથી ભારે નુકશાન થયું છે. આ ઘટનામાં ઘરના ત્રણ સભ્યોને ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, બીજી તરફ આ ભેદી વિસ્ફોટને કારણે આજુબાજુના ત્રણથી ચાર મકાનમાં છત સહિતના ભાગોમાં વ્યાપક નુકશાન થયું હતું. જો કે, બ્લાસ્ટ કેમ થયો તે અંગેની કોઈ વિગતો બહાર આવી ન હતી. બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ સભ્યોની વાત કરવામાં આવે તો તેમાં કાનજીભાઈ મગનભાઈ ગરચર (ઉ.વ. 28), ક્રિષ્ના કાનજીભાઈ ગરચર (ઉ.વ. 03) અને વૈશાલીબેન દેવાતભાઈ ગરચર (ઉ.વ. 24)નો સમાવેશ થાય છે.
મામલામાં એફએસએલની ટિમે આ ઘરની તપાસ હાથ ધરી હતી. જેમાં બાટલો ક્યાંય લીક ન હોવાનું દેખાયું હતું. પણ બાટલામાં ગેસ 5 કિલો જેટલો ઓછો થઈ ગયો હતો. અથવા તો સ્ટવ કે બાટલાનું બટન કે અન્ય કોઈ વસ્તુ લીક હોવું જોઈએ. ગેસ ઘરમાં પ્રસરી ગયો હોય, ઘરમાં વેન્ટીલેશન પણ નથી. નળી લીકેજ છે કે નહીં તે રિપોર્ટમાં ખબર પડશે. કે ગેસનો વાલ્વ બંધ કરવાનો રહી ગયો હોય તેવું બની શકે છે. સવારે લાઈટર ઝલવતા જ આગ લાગી હશે. વધુમાં આ ગેસ નીચે પડ્યો રહે છે. આનાથી ગૂંગળામણ પણ થતી નથી. કોઈ પણ વાસ 2 મિનિટ સુધી જ રહે છે. ત્યારબાદ આપણી સૂંઘવાની શક્તિ એડજસ્ટ થઈ જાય છે.
ગેસ લિકેજથી બ્લાસ્ટ થયો પણ ઘર વપરાશનો બાટલો લીક નહિ થયાનું તારણ
એફએસએલની ટિમે આ ઘરની તપાસ હાથ ધરી હતી. જેમાં બાટલો ક્યાંય લીક ન હોવાનું દેખાયું હતું. પણ બાટલામાં ગેસ 5 કિલો જેટલો ઓછો થઈ ગયો હતો. અથવા તો સ્ટવ કે બાટલાનું બટન કે અન્ય કોઈ વસ્તુ લીક હોવું જોઈએ. ગેસ ઘરમાં પ્રસરી ગયો હોય, ઘરમાં વેન્ટીલેશન પણ નથી. નળી લીકેજ છે કે નહીં તે રિપોર્ટમાં ખબર પડશે. કે ગેસનો વાલ્વ બંધ કરવાનો રહી ગયો હોય તેવું બની શકે છે. સવારે લાઈટર ઝલવતા જ આગ લાગી હશે. વધુમાં આ ગેસ નીચે પડ્યો રહે છે. આનાથી ગૂંગળામણ પણ થતી નથી. કોઈ પણ વાસ 2 મિનિટ સુધી જ રહે છે. ત્યારબાદ આપણી સૂંઘવાની શક્તિ એડજસ્ટ થઈ જાય છે.
બાટલો લિકેજ નથી તો ગેસ લિકેજ કેવી રીતે થયો? : તપાસનો વિષય
જે રીતે એફએસએલની ટીમે તપાસ હાથ ધરીને એવુ પ્રાથમિક તારણ કાઢ્યું છે કે, બ્લાસ્ટ ગેસ લિકેજને કારણે થયું છે. હવે એડએસએલનું બીજું તારણ એવુ પણ છે કે, ગેસના બાટલામાંથી 5 કિલો ગેસ ઓછો થયો છે પણ બાટલો લીક થયો હોય તેવું જણાતું નથી. ત્યારે હવે બ્લાસ્ટ માટે જવાબદાર ગેસ લિકેજ થયો કેવી રીતે તે તપાસનો વિષય છે.