બાટલો ફાટતા દુર્ઘટના સર્જાઈ હોવાની શંકા; રાજકોટતી એફ.એસ.એલ., બોમ્બ સ્કવોડની મદદ માંગી: વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કટલેરી બજાર ધણધણી ઉઠી: અનેક દુકાનમાં નુકશાન
ઉપલેટામાં કટલેરી બજારમાં આવેલ કે. જી. એન. મેટલ ભંગારની દુકાની પાછળ ના ભાગ મા ભયંકર ધડાકા સાથે વિસ્ફોટ થતાં દુકાનમાં રહેલા પિતા-પુત્ર ના બનાવના સ્થળે જ મોત નિપજયા હતા. જયારે આજુબાજુની દુકાનોમાં પણ નુકશાન થયું હતું.
આ બનાવની વિગત એવા પ્રકારની છે કે આજે સવારે 9 થી 9-30 વચ્ચે કટલેરી બજારમાં જુની પુરોહીત લોજ પાસે કાદર હાજીઈસ્માઈલ કોઢીયા અને તોફીક હારૂન બાઘડાની કે. જી. એન. મેટલ નામની, ભંગારની દુકાનમાં મજુર પિતા-પુત્ર ભંગાર માલની તોડફોડ કરતા હતા.
ત્યારે તેમાં કોઈ વિસ્ફોટક પદાથે આવી જતાં ભયંકર વિસ્ફોટ થતાં દુકાનમાં રહેલ રજાક અજીજ કાણા (ઉ વ પ5) અને તેમનો પુત્ર રહીશ રઝાક કાણા (ઉ વ 24) નું ઘટના સ્થળે જ મોત થયેલ હતા. આ બનાવ સવારે બનેલ હોય લોકોના ટોળે ટોળા બનાવના સ્થળે એકઠા થઈ ગયેલી હતા. ઉપલેટા પી.આઈ. ધાંધલ સહિત પોલીસ સ્ટાફ બનાવના સ્થળે પહોંચી ગયેલ હતો. અને પ્રાથમીક તપાસ કરતા આ બનાવમાં કોઈ વિસ્ફોટક પદાર્થો આવી જતાં તેમનો ઘડાકો થયાનું તારણ કાઢી ફોરેન્સીક ટીમને ઉપલેટા બોલાવી લીધેલ છે.
આ બનાવની જાણ રાજકોટ એસ. પી. બલરામ મીણા, જેતપુર ડી.વાઈ. એસ.પી. સાગર બાગમાર, મામલતદાર ગોવિંદસીહ મહાવદિયા, ધારાસભ્ય લલિત વસોયાને થતાં તેઓ પણ બનાવના સ્થળે દોડી ગયા હતા. આ બનાવ બનવાનું કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે. જયારે મરનાર બન્ને પિતા-પુત્રને કોટેજ હોસ્પીટલમાં પી.એમ. માટે ખસેડાયા હતા. ત્યાંથી તેઓનું ફોરેન્સીક પી.એમ. કરવા રાજકોટ રીફર કરવામાં આવેલ હતા. આ ઘટનાની જાણ થતાં અનિસ ચણા, ઈકબાલ સીપાઈ સહિત બનાવ સ્થળે પહોંચી મૃતકોને હોસ્પીટલે પહોંચાડવામાં મદદ કરેલ હતી.
આ ગંભીર દુર્ઘટનામાં મજુરો અને લોકો બચી ગયા
ગઈકાલે કટલેરી બજારમાં જે વિસ્ફોટ થયો તે દુકાનમાં દરરોજ દસેક જેટલા મજૂરો કામ કરતાનું જાણવા મળેલ છે. મજુર પિતા-પુત્ર સવારે 9 વાગ્યા આસપાસ આવી કામ શરૂ કરી દેતા વિસ્ફોટ થયો હતો. બીજા મજૂરો આવ્યા ના હોયને સવારનો ટાઈમ હોય લોકોની અવર-જવર ઓછી હોય જેથી મોટી જાનહાની ટળી ગઈ.
વિસ્ફોટ જે સ્થળે થયો છે તેનાથી 200 ફૂટ દૂર પણ ધડાકાનો અવાજ સંભળાયો નથી
દરરોજ લોકોની ધમધમતી કટલેરી બજારના ખુણે જે વિસ્ફોટની ઘટના બનેલી મોટાભાગના વિસ્ફોટકોનો અવાજ દૂર-દૂર સુધી સંભળાતો હોય છે પણ ગઈકાલની ઘટનામાં 200 ફૂટ દૂર રહેલા લોકોને અવાજ સંભળાયો નહોતો.
પિતળનું વાસણ કદાચ ભેદ ઉકેલવામાં મદદરૂપ થાય
કે.જી.એન. મેટલ નામની ભંગારની દુકાનમાં ઈલેકટ્રીક મોટરો, ફ્રીઝ, પંખા, વોશિંગ મશીનના ભંગારની ખરીદી કરવામાં આવતો તેમાંથી કોપરના વાયર, એલ્યુમીનીયમ, ત્રાંબુ, પીત્તળ, શીશુ સહિતની વસ્તુઓ અલગ કરવામાં આવતી હતી. આ વસ્તુને અલગ કરવા માટે કાયમી માટે એક ઝાડુ પીતળનું ટોપીયું રાખવામાં આવતું હતું. આ ટોપીયાની અંદર લીકવીડ રાખવામાં આવતું હતું. વિસ્ફોટ થયો ત્યારે આ પીતળના ઝાડા ટોપીયાના કટકે-કટકા થઈ સામેની દુકાનના શટરમાં અથડાયા હતા.
કદાચ લેન્ડમાઈનથી પણ વિસ્ફોટ થયો હોય
વિસ્ફોટક માલ જામનગર જિલ્લાના સમાણા પાસે આવેલ એસઆરપી કેમ્પમાંથી લેન્ડમાઈન ભંગારના સ્વરૂપે માની કોઈ વ્યક્તિ આપી ગયેલ હોય તે તોડવા જતાં બ્લાસ્ટ થયાનું અનુમાન છે.
પિતા-પુત્રની દફનવિધિમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા
શહેરના કટલેરી બજારમાં કે.જી.એન.મેટલ બુટાણી ચેમ્બરના અંદરના ભાગે વિસ્ફોટની ઘટના બનેલ તેમાં રજાક અનુજ કાણા (ઉ.વ.55) અને તેમના પુત્ર રહીશ રજાક કાણા (ઉ.વ.24) રહે.બંને ફૈઝેનુરી એપાર્ટમેન્ટ, ધરારના ડેલા પાસે હોવાનું મરણ જનાર રજાકભાઈ પાંચ ભાઈઓ હતા અને રહીશ બે ભાઈઓ હતા અને રહીશને બે નાના સંતાનો હોવાનું જાણવા મળેલ છે. બન્ને પિતા-પુત્રની રાજકોટથી ડેડબોડી ઉપલેટા આવતા તેમની દફન વિધિમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.