માસુમને હવસનો શિકાર બનાવનાર નરાધમ સામે ફીટકાર
જુનાગઢ જિલ્લાના ભેસાણ ગામે 18 વર્ષના કામંધ યુવકે 8 વર્ષની બાળા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર સોરઠ પંથકમાંથી આ નરાધમ શખ્સ ઉપર ફિટકાર વરસી રહ્યો છે. બીજી બાજુ આ અંગે ગુનો નોંધાતા પોલીસે આ વાસનાંધ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના સામતપરા ગામના 18 વર્ષીય યુવક વિપુલ જયસુખ વરાણીયા એ ગત તા. 10 ના રોજ મોડી સાંજે 8 વર્ષ અને પ માસની ઉંમર ધરાવતી બાળકી ઉપર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ભેસાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા ભેસાણ પોલીસે વિપુલ વરાણીયા નામના શખ્સ સામે આઇપીસી કલમ 376 (એ,બી) 376 (2), એફ 450 અને પોસ્કો અને અન્વયે ગુનો દાખલ કરી આરોપી શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.