આવકવેરા વિભાગનું ૫૦ સ્થળોએ મેગા સર્ચ ઓપરેશન
૧૦૦ કરોડના કાળાનાણાનું પગે‚ રાજકોટ સુધી પહોચ્યું છે. ગઈકાલે આવકવેરા વિભાગે મુંબઈ, અમદાવાદ, હૈદ્રાબાદ અને રાજકોટ સહિતના ૫૦ સ્થળોએ તપાસ હાથ ધરી હતી.
નોટબંધી બાદ સરકારે બેનામી સંપતિ જાહેર કરવા માટે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના શ‚ કરી હતી જે તાજેતરમાં બંધ કરવામાં આવ્યા બાદ હવે આવકવેરા વિભાગે કાળા નાણા ધારકો ઉપર તવાઈ ઉતારી છે જેના અનુસંધાને ગઈકાલે દેશના ૫૦ સ્થળોએ તપાસ હાથ ધરાઈ હતી.
શેલ કંપનીઓનું નિર્માણ કરી બોગસ એન્ટ્રી દ્વારા કાળા નાણા એકઠા થતા હોવાની વિગતોનાં આધારે આવકવેરા વિભાગે મુંબઈ અને કલકતામાં તપાસ હાથ ધરી છે. રાજકોટ અને પુના જેવા શહેરોમાં પણ કાળાનાણા ધારકો આવકવેરા વિભાગનાં સકંજામાં હોવાનું જાણવા મળે છે.