વડિયા પંથકના તોરી ગામની એક યુવતી રાજકોટમાં ભાડાના મકાનમાં રહી કોલેજમાં અભ્યાસ કરતી હોય તેના ચહેરાને મળતો જ ચહેરો ઘરાવનાર યુવતીની બિભત્સ કિલપ વાયરલ થતા મુળ વડિયા તાલુકાના તોરી ગામના વિક્રમ વેલજી હિરપરા અને હાલ રાજકોટમાં રહેતા જમીન મકાનના ધંધાર્થીએ તેને આ મુદ્દે બ્લેક મેઇલ કરી તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરતા યુવતી એ આ બારામા રાજકોટ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે ૩ વર્ષ પહેલાં આ યુવતી ને તેના પિતાએ આ નરાધમ શખ્સના ભરોસે જ રાજકોટ ખાતે અભ્યાસ કરવા મોકલી હતી વડિયા પંથકની ૨૦ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મના પ્રયાસ ની આ ઘટના રાજકોટ ખાતે બની હતી.
ખેડુત પરિવારની યુવતી રાજકોટમાં સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી રહીછે જેના પર મુળ વડિયાના તોરીજ ગામનો અને હાલ રાજકોટમાં મેટોડા નજીક વૃજભુમિ એપાર્ટમેન્ટમાં રહેતો વિક્રમ વેલજી હિરપરા નામના શખ્સે બ્લેક મેઇલ કરી દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો થોડા દિવસ પહેલા આ શખ્સે યુવતી ના મોબાઈલ પર એક બિભત્સ કલીપ મોકલી આ કલીપ તારીજ છે તેવુ જણાવી બ્લેકમેઈલીગ શરૂ કર્યું હતું જોકે આ યુવતી એ કહ્યું કે મે આવુ કોઈ ખરાબ કામ કર્યું નથી કલીપ મા દેખાતા છોકરાઓને હું ઓળખતી નથી અને તેમાં દેખાતી યુવતી તેના મળતા આવતા ચહેરા ચહેરા વાળી છે તેમ જણાવ્યું હતું આમ છતાં આ શખ્સે અવારનવાર ફોન પર તેનો સંપર્ક કયો હતો અંને ત્યારબાદ તારીખ ૨૦/૮ ના રોજ યુવતી રાજકોટ પોતાના રૂમ પર એકલી હતી ત્યારે વિક્રમ હિરપરા ત્યાં પહોંચી ગયો હતો આ શખ્સે કહેલ કે જો તુ મારી સાથે શરીર સંબંધ નહીં રાખે તો આ વિડીયો ક્લીપ હું બધે જ વાયરલ કરી દઈશ તેવી ધમકી આપી તેની સામે શરીર સંબંધ બાંધવા પ્રયાસ કર્યો હતો જો કે યુવતી
એ પ્રતિકાર કરતા તેણે મારીનાખવાની ધમકી આપી નાસી ગયો હતો બાદમાં આ યુવતી ને અન્ય બે ચાર શખ્સોએ પણ અજાણ્યા ટેલીફોન નંબર પરથી વારંવાર આ વિડીયો ક્લીપ મોકલી હતી કેટલાક નરાધમો એતો યુવતી ના ગામમાં અને તેમના સગા સંબંધી ઓને પણ કિલપ મોકલી હતી.જેને પગલે યુવતી એ રાજકોટ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી આ ઘટના પછી વાયુવેગે વડિયા પંથકમાં પ્રસરી ગઇ છે. ગામના લોકો એ યુવતી ના માતા પિતા ને જાણ કરી યુવતીને બ્લેકમેઇલ કરનારા શખ્સોએ વિડિયો ક્લિપ તેના ગામ લોકોના મોબાઈલમાં પણ મોકલતા આ પરિવારના નજીકના લોકોએ તેના માતા-પિતાને આ બાબતની જાણ કરી હતી.
ત્યારે યુવતી ના પિતા એ પણ વિડિયોમા દેખાતી યુવતી પોતાની પુત્રી નહિ હોવાનું જણાવ્યું હતુ.આરોપી શિક્ષક નો પુત્ર છે વિક્રમ હિરપરા રાજકોટ મા રહી બાંધકામનો ધંધો કરે છે તેના પિતા વેલજીભાઈ હિરપરા અગાઉ તોરી ગામની હાઇસ્કૂલમાં પીટી શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. રાજકોટ પોલીસ યુવતી ના ગામ તોરીથી ત્રણ શખ્સોને ઉપાડી ગયા આ દરમિયાન આજે રાજકોટ ગાંધીગામ યુનિવર્સિટી ૨ પોલીસ મથકના પી.એસ.આઈ એમ બી રબારી જયંતિભાઈ સ્ટાફના સાથે વડિયા પંથકમાં દોડી આવ્યા હતા અને યુવતીના ગામમાંથી ત્રણ શખ્સોને ઉપાડી લીઘા હતા આ શખ્સોએ પણ વિડિયો ક્લિપ વાઇરલ કયો હતા.જો કે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડ થી બહાર છે
યુવતી એ મોબાઈલનુ સિમકાડે તોડી નાખ્યું. બનાવ અંગે યુવતીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના મોબાઈલમા વારંવાર વોટ્સએપ પર બિભત્સ કિલપ મોકલવામા આવી રહી હોય એટલે વોટ્સએપ ડિલીટ કરી નાખ્યું હતું અને સિમકાડે પણ તોડી નાખ્યું જ્યારે આ અંગે યુવતી ના પિતા પરસોતમભાઈ ઠુંમર કહેછે કે આરોપી વિક્રમ હિરપરા મોટો રાજકીય ઓથ ધરાવેછે અને કોંગ્રેસનો કાર્યકર છે અને તેના ફોટા પણ ઘણા કાર્યક્રમોમાં હસ્તીઓ સાથે છે.