બહુચર્ચિત કાળા હરણ શિકાર મામલે જોધપુરની સીજેએમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી 5 વર્ષની સજા વિરુદ્ધ સલલમાન ખાને જોધપુર સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી માટે સલમાન પણ જોધપુર કોર્ટમાં હાજર રહ્યા હતા. જોધપુર જિલ્લા અને સત્ર ન્યાયાલયના જજ ચંદ્ર કુમાર સોનગરા દ્વારા સવારે 8.30 વાગે સુનાવણી શરૂ કરવામાં આવી હતી. હવે કોર્ટ દ્વારા આગામી સુનાવણી 17 જુલાઈએ રાખવામાં આવી છે.
#BlackBuckPoachingCase: Salman Khan leaves from Jodhpur District & Sessions Court. Next date of hearing is July 17. #Rajasthan pic.twitter.com/1rpLNoQgP1
— ANI (@ANI) May 7, 2018
સલમાન ખાનની સાથે તેની બહેન અલવીરા અને અર્પિતા પણ કોર્ટ પહોંચી હતી. સલમાન ખાનની સજા વિરુદ્ધ સુનાવણી રાખવામાં આવી હોવાથી જોધપુર સેન્સ કોર્ટની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. અહીં મોટી સંખ્યામાં પોલીસ દળ તહેનાત કરવામાં આવ્યું હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,