કાચિંડાની જેમ કલર બદલતા વાયરસ
કોરોનાની આડેધડ સારવાર અને વધુ પડતા ડોઝની આડઅસરથી ઊભી થયેલી ફૂગની સમસ્યામાં કાળી સફેદથી વધુ હઠીલી અને ઘાતક પીળી ફૂગનો ઉપદ્રવ
કોરોના વાયરસની કાચિંડાની જેમ રંગ બદલવાની તાસીર જગતને ભારે અસમંજસમાં રાખી રહ્યું છે. નવા-નવા વેરિયન્ટથી માનવજાતની પાછળ પડી ગયેલા કોરોનાની સારવારમાં તબક્કાવાર સુધારા-વધારા થતા જાય છે હજુ મૂળ કોરોના વાયરસની સંપૂર્ણપણે ઓળખ અને લાક્ષણિકતાને સમજવામાં જગત આખું મથામણ કરી રહ્યું છે.
કોરોના કાબુમાં આવ્યો નથી ત્યાં કોરોનાની આડેધડ સારવારથી ખુબ મોટી સમસ્યા બની ગયેલ ફૂગ જન્ય રોગની સમસ્યા ઊભી થઈ છે. મ્યુકરમાઇકોસિસ, કાળી ફૂગ અને સફેદ ફુગની સમસ્યાથી હજુ છૂટકો મળ્યો નથી ત્યાં ગાઝિયાબાદમાં ઉત્તરપ્રદેશ આરોગ્ય વિભાગ સામે પીળી ફૂગનો કેસ સામે આવ્યો છે.
કાળી અને સફેદ ફૂગથી વધુ ઘાતક એવી આ ફૂગ શરીરને વધુ નુકસાન કરે છે આ ફૂગ શરીરમાં અંદરના ભાગને નુકસાન કરે છે અને રસી કરી દે છે અને ઘાવમાંથી ધીરે-ધીરે રસી નીકળે છે જે અન્ય બે ફૂગ કરતાં વધુ ઘાતક છે જો તેની સમયસર સારવાર લેવામાં ન આવે તો આપી દીધી ખૂબ ધરાવતા શરીરનું અવયવ નકામું થઈ જાય છે. નવી ફૂગના લક્ષણો દેખાય એટલે તુરત જ તેનો ઈલાજ સારવાર શરૂ કરી દેવી છે જો તેમાં વિલંબ થાય તો શરીરને મોટું નુકસાન થાય છે.
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પીળી ફુગનો એક કેસ ડિટેક્ટ થયો છે તબીબોએ સમગ્ર રાજય સહિત સમગ્ર દેશને કાળી અને સફેદ ખૂબથી વધુ ઘાતક થતી ફૂગ અંગે ચેતવ્યા છે. ગંદુ વાતાવરણ પોષણનો અભાવ અને વધુ પડતી સ્ટીરોઇડ દવા લેવાથી અને ઓક્સિજનની ગુણવત્તા હલકી હોવાના કારણે દર્દીના શરીરમાં આ નવી પીળી ફૂગનો પ્રવેશ થઇ જાય છે.
કોરોનાના દર્દીઓને સ્ટીરોઈડ અને વધુ પડતી દવાઓના કારણે ફૂગજન્ય રોગની આડ અસરનો ભોગ બનવું પડ્યું છે. મ્યુકરમાઈકોસીસ અને સફેદ ફૂગની સમસ્યાનું સમાધાન મળ્યું નથી ત્યાં પીળી ફૂગના ઉપદ્રવથી મેડિકલ જગતમાં સોપો પડી જવા પામ્યો છે. મ્યુકરમાઈકોસીસ અને સફેદ ફૂગથી વધુ ઘાતક અને શરીરમાં જ્યાં પીળી ફૂગનો ચેપ લાગે ત્યાં રસી અને તે આખો અવયવ નકામો કરી દેવાની ઘાતક અસર ધરાવતી પીળી ફૂગમાં સપડાયેલા દર્દી માટે જો પ્રાથમિક તબક્કામાં સારવારનો રસ્તો યોગ્ય રીતે મળી ન જાય તો આ સમસ્યા નાસુર બનીને મૃત્યુ સુધીનું જોખમ ઉભુ કરી શકે તેમ છે.
અસ્વચ્છ વાતાવરણ, ખોરાકમાં પોષણનો અભાવ અને વધુ પડતી દવાઓના કારણે અને ખાસ કરીને અસુદ્ધ ઓક્સિજન લેવાથી પીળી ફૂગનો ચેપ લાગે છે. આંખમાં બળતરા અને કુંડાળા પડી જવાની પ્રાથમિક સમસ્યા સાથે દર્દીને સામાન્ય તાવથી તાવનું પ્રમાણ વધે તો જરાપણ વિલંબ કર્યા વગર તાત્કાલીક નિષ્ણાંત તબીબોનો સંપર્ક કરવાનું પીળી ફૂગના સંશોધનમાં લાગેલા વૈજ્ઞાનિકોએ અનુરોધ કર્યો છે. મ્યુકરમાઇકોસીસ અને સફેદ ફૂગથી વધુ ઘાતક પીળી ફૂગ માટે હજુ એક માત્ર ઈન્જેકશનનો જ ઉપયોગ સુચવવામાં આવ્યો છે.
પીળી ફૂગનો ઈલાજ શું?
કોરોના ની સારવાર ની આડ અસરથી ઉભી ફૂગ થતી કફની સમસ્યા માં અત્યાર સુધી કાળી અને સફેદ ફૂગ ના દર્દીઓ મળતા હતા હવે ઉત્તર પ્રદેશના ગાજીયાબાદ માંથી પીલી ફૂગ નો દર્દી મળી આવ્યો છે. પીળી ફૂગના દિલીપ ઉગ્યા સંક્રમિત દર્દી માટે એમફોટેરીઝીન બી ઇન્જેક્શન અને ફૂગ વિરોધી દવાઓ આપવામાં આવે છે અત્યારે માત્ર એક જ ઇલાજ હોય સાવચેતી એ જ સૌથી મોટો ઈલાજ ગણી શકાય. કોરોના ની આડ અસરથી કાળી અને સફેદ ફૂગ પછી પીલી ફૂગનો આ ઉપદ્રવ ચિંતાનો વિષય બન્યો છે.
રોગના લક્ષણો
કાળી અને સફેદ ફૂગ ની જેમજ પીલી ફૂગની સંક્રમણની શક્યતા એક સમાન કહેવામાં આવી છે શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશતી આ ફૂગ ની અસર તાત્કાલિક શરુ થઇ જાય છે વજનમાં ઘટાડો અને શરીરમાંથી શક્તિ ખલાસ થઈ ગઈ હોય તેઓ અનુભવ થાય છે અને જે ભાગમાં તેનો ચેપ લાગ્યો હોય ત્યાં રસી થઈ જાય છે આ બીમારીથી ખોરાકનું પાચન થતું નથી અને જમવાની રુચિ પણ બદલાઇ જાય છે વજનમાં ઘટાડો સાંધાનો દુખાવો અને આંખોમાં બળતરા જેવી સામાન્ય તકલીફો જણાય તો તુરત જ તબીબનો સંપર્ક કરવો પીડી ફૂગનો ઇન્ફેક્શન લાગતાં જ તેની સીધી અસર આંખોમાં દેખાય છે આંખોમાંથી પાણી નિકળવું અને બળતરા શરુ થાય એટલે તુરત જ ડોક્ટરનો સંપર્ક કરવો.