બોલીવુડ સ્ટાર અને ક્રિકેટરોમાં બ્લેક વોટર પીવાનો ક્રેઝ વધ્યો છે. સ્ટાર્સ પોતાના ડોક્ટર કે ડાઈટીશિયનની સલાહ લઇ બ્લેક વોટરનો ઉપયોગ કરતા હોય છે.સામાન્ય માણસ ડોક્ટર કે ડાઈટીશિયનની સલાહ વિના જ પીવાનું શરુ કરી દઈ તો તેમના સ્વાસ્થ્ય માટે જોખમ ઉભું થાય છે.
આપણે સામાન્ય રીતે પીવાના જે પાણીનો ઉપયોગ કરીએ છીએ.એમાં કેટલાંક જરુરી મિનરલ્સ એક્સપેક્ટેડ માત્રા કરતાં ઓછાં હોય છે.જ્યારે બ્લેક વોટરમાં 70થી વધારે મિનરલ્સ હોય છે. આ એક આલ્કલાઈન કરેલું એટલે કે ક્ષારયુક્ત પાણી છે. જો કે તેનો સ્વાદ સામાન્ય પાણી જેવો જ હોય છે. જે ઈમ્યુનિટી વધારે છે આ ઉપરાંત પાચન ક્રિયા ઝડપી બનાવી મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરે છે.જેથી વજન મેન્ટેન રહે.બ્લડ સર્ક્યુલેશન વધે છે અને ઉંમર વધવાની પ્રક્રિયા સ્લો થઈ જાય છે.
શું છે બ્લેક વોટર…..?
બ્લેક વોટર એ આલ્કલાઇન બેઝ્ડ પાણી છે, જેનું પીએચ લેવલ નોર્મલ ડ્રિંકિંગ વોટર કરતા વધારે છે. એવું માનવામાં આવે છે કે તેને પીવાથી શરીરનું એસિડ ન્યુટ્રલાઇઝ થઇ જાય છે અને સ્વાસ્થ્યને ઘણા લાભ મળે છે. સામાન્ય પીવાના પાણીનું pH લેવલ 7 હોય છે જ્યારે બ્લેક વોટરનું pH લેવલ 8-9 છે. તેમાં ઘણાં મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે, જે તેને સાદા પાણી કરતાં ખાસ બનાવે છે. તે નેચરલ પણ છે અને ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ દ્વારા પણ બનાવવામાં આવે છે.
બ્લેક વોટર પીવાના ફાયદા
ડાઇજેશન ઇમ્પ્રુવ કરે છે
બ્લેક વોટર પીવાથી ડાયજેશન સુધરે છે. તે ગુડ ગટ બેક્ટેરિયાનો ગ્રોથ વધારે છે.જે ડાયજેશનમાં સુધારો કરે છે. આલ્કલાઇન વોટરમાં હાઇ pH લેવલ હોય છે.જેના કારણે શરીરમાં ઉત્પન્ન થતું વધારાનું એસિડ ન્યુટ્રલાઇઝ થઈ જાય છે અને એસિડિટીની સમસ્યામાં રાહત મળે છે.
સ્કીનને ગોરી બનાવે છે
બ્લેક વોટર પીવાથી આપણી સ્કીનમાં મેલાનિનનું કંસ્ટ્રક્શન ઘટી જાય છે અને સ્કીનનો કલર નિખરે છે. બ્લેક વોટર પીવાથી ખીલ અને પિગમેન્ટેશનની સમસ્યા દૂર થાય છે. તેનું સેવન કરવાથી તમારી સ્કીન નિખરે છે અને ચમકદાર બની શકે છે.
ઇમ્યુનિટી બૂસ્ટ વધારે છે
આપણા શરીરને રોગો સામે લડવા માટે મજબૂત ઇમ્યુનિટીની જરૂર હોય છે. કોવિડ-19 મહામારી દરમિયાન પણ ઇમ્યુનિટી સૌથી મોટું હથિયાર સાબિત થયું. બ્લેક આલ્કલાઇન વોટર આપણી ઇમ્યુનિટી વધારે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઘણી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે.
ફર્ટિલિટીની સમસ્યાઓથી મળે છે રાહત
બ્લેક વોટરમાં હાઇ pH લેવલ હોય છે, જે શરીરમાં ઉત્પન્ન થતા એસિડને ન્યુટ્રલાઇઝ કરે છે. આનાથી લોકોની પ્રજનન ક્ષમતા સુધરે છે અને મહિલાઓ માટે ગર્ભાવસ્થાને સરળ બનાવે છે. આલ્કલાઇન વોટર રિપ્રોડક્ટિવ હેલ્થ સુધારે છે.
બ્લેક વોટર પીવાના ગેરફાયદા
બ્લેક વોટરમાં pHનું પ્રમાણ વધુ હોય છે.જેના કારણે તે શરીરને નુકસાન પહોંચાડે છે. જો તમે વધુ પ્રમાણમાં આલ્કલાઈન વોટર પીવા લાગો તો તમારા હાથ કે પગમાં ઝણઝણાહટની ફરિયાદ થવા લાગે છે. કેટલાક લોકોને ઉલ્ટી પણ થઈ શકે છે. કેટલાક લોકોને ત્વચામાં બળતરા કે પેટ સંલગ્ન ફરિયાદ થઈ શકે છે.