જમ્મુ-કાશ્મીર અંગે ભારે સસ્પેન્શ વચ્ચે સપ્તાહના આરંભે જ ઉઘડતી બજારે સેન્સેકસ અને નિફટી ઉંધામો પટકાયા: સેન્સેકસે ૩૭૦૦૦ની સપાટી તોડતા રોકાણકારોમાં ફફડાટ: નિફટીમાં પણ ૧૯૨ પોઈન્ટનો કડાકો
જમ્મુ-કાશ્મીરમાં સેનાના ખડકલા, નેટ સેવા બંધ, નેતાઓને નજર કેદ કરાયા અને કેન્દ્રીય કેબીનેટની બેઠક વચ્ચે દેશભરમાં ભારે સસ્પેન્શનો માહોલ જોવા મલી રહ્યો છે. જેની અસર શેરબજાર પર આજે જોવા મળી છે. સપ્તાહના આરંભે જ ઉઘડતી બજારે જ સેન્સેકસ અને નિફટી ઉંધામો પટકાયા છે. સેન્સેકસે ૩૭૦૦૦ની સપાટી તોડતા રોકાણકારોમાં અબજો રૂપિયાનું ધોવાણ એક જ કલાકમાં ઈ ગયું છે. છેલ્લા ઘણા સમયી ભારતીય શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર અંગે કેન્દ્ર સરકાર કોઈ મોટુ પગલુ લેવા જઈ રહી હોવાી દેશભરમાં ભારે સસ્પેન્શ વ્યાપી જવા પામ્યું છે. જેની સીધી અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. સપ્તાહના આરંભે ઉઘડતી બજારે મુંબઈ શેરબજારના બન્ને આગેવાન ઈન્ડેક્ષો રેડ ઝોનમાં ખુલ્યા હતા. રોકાણકારોમાં વિશ્ર્વાસનો અભાવ અને અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયામાં ૮૯ પૈસા સુધીનો તોતીંગ ધોવાણ તાં મંદી વધુ ભયાનક બની હતી.
સેન્સેકસે ૩૭૦૦૦ જયારે નિફટીએ ૧૧૦૦૦ની સપાટી તોડતા રોકાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. મોટા ભાગના સેકટરલ ઈન્ડેક્ષ આજે રેડ ઝોનમાં જોવા મળ્યા હતા. તમામ કંપનીઓના શેરના ભાવમાં તોતીંગ કડાકો બોલી ગયો હતો.
આ લખાય રહ્યું છે ત્યારે સવારે ૧૦ કલાકે સેન્સેકસ ૬૧૬ પોઈન્ટના કડાકા સો ૩૬૫૦૨ અને નિફટી ૧૯૨ પોઈન્ટના કડાકા સો ૧૦૮૦૫ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યાં છે. ડોલર સામે રૂપિયામાં આજે ૮૯ પૈસાના તોતીંગ ઘટાડો જોવા મળ્યો છેે. ડોલર સામે રૂપિયો હાલ ૭૦.૪૮ પર ટ્રેડ કરી રહ્યો છે.