પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે પ્રૌઢ ભારતીયોમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્ધાિરત પ્રમાણ (પાંચ ગ્રામ) કરતાં વધુ મીઠું ખાવાની આદત છે, પરંતુ દિલ્હી અને હરિયાણામાં સરેરાશ ૯.પ ગ્રામ અને આંધ્રપ્રદેશમાં સરેરાશ ૧૦.૪ ગ્રામ મીઠું ખવાય છે.
સફેદ મીઠા અને સોડિયમના કારણે હાઇ બ્લડપ્રેશરના કારણે રક્તવાહિનીઓ-ધમનીઓ બરડ થતાં એમની સ્થિતિસ્થાપકતા ઘટે છે. એથી લોહી અને ઓક્સિજનનો પ્રવાહ ઘટે છે. રક્તપ્રવાહની અસમતુલા અને ઓક્સિજનની ઊણપને સંબંધિત રોગો વધે છે.
સફેદ મીઠાના સેવન સામે નેચરોપથી અને આયુર્વેદ ઉપરાંત એલોપથીમાં પણ લાલબત્તી ધરવામાં આવી છે. એ સંજોગોમાં આહારમાં સફેદ મીઠાના બદલે સિંધવ, સિંધાલૂણ કે બ્લેક સોલ્ટના વપરાશથી પેટની તમામ બીમારીઓ, કોલેસ્ટ્રોલ, હાઇ બ્લડપ્રેશર અને ડિપ્રેશન જેવા રોગોમાં રાહત થાય છે.